છોકરીઓને આશ્રમમાં કેદ રાખનાર વીરેન્દ્ર દેવ દીક્ષિત વિરૂદ્ધ સીબીઆઈની ‘લુકઆઉટ’ નોટિસ

(એજન્સી) તા.પ
પોતાને ‘ગોડમેન’ ગણાવતા વિરેન્દ્ર દેવ દીક્ષિતને પકડવા માટે સીબીઆઈએ ‘લુકઆઉટ’ નોટિસ બહાર પાડી છે. દિલ્હી હાઈકોર્ટે પણ વિરેન્દ્ર દેવ દીક્ષિતની સંસ્થા ‘આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલય’ને નોટિસ આપીને જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા ‘વિશ્વ વિદ્યાલય’ શબ્દનો ઉપયોગ ન કરવામાં આવે કારણ કે તે વિશ્વ વિદ્યાલય નથી. વિરેન્દ્ર દેવ દીક્ષિતની આ કહેવાતી ‘આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલય’ ગયા વર્ષે ડિસેમ્બરમાં સમાચારોમાં આવી કે જ્યારે દિલ્હી પોલીસે દિલ્હી મહિલા પંચ સાથે મળીને આ આશ્રમમાંથી ૪૦ યુવતીઓને બચાવી હતી. કહેવામાં આવે છે કે, આ સ્વયંભૂ ‘ગોડમેન’ પોતાની સાથે ૧૬,૦૦૦ સ્ત્રીઓ રાખવાની ઈચ્છા ધરાવતો હતો. ૧૬,૦૦૦ની સંખ્યાએ ભગવાન શ્રીકૃષ્ણની પત્નીઓની સંખ્યા છે અને વિરેન્દ્રના કહેવાથી તેના અનુયાયીઓ પણ આ વાતથી પ્રભાવિત હતા. કેટલાક વાલીઓ દ્વારા વિરેન્દ્ર દેવ દીક્ષિત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે તે આશ્રમમાં તરૂણ છોકરીઓનું જાતીય શોષણ કરે છે. ફરિયાદો મળ્યા બાદ સત્તાવાળાઓ દ્વારા તેના આશ્રમ પર છાપો મારવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બધી જ છોકરીઓને અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવી હતી. તેમને એવા ઓરડામાં કેદ કરવામાં આવી હતી કે જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચતો ન હતો. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ આશ્રમમાં છોકરીઓને બળજબરીપૂર્વક રાખવામાં આવતી હતી અને જ્યારે છોકરીઓ ૧૮ વર્ષની થતી હતી ત્યારે તેમને એ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવતું જેમાં લખ્યું હોય કે તે પોતાની મરજીથી આશ્રમમાં રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks