
(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર,તા.૧
આજરોજ છોટાઉદેપુરમાં આવેલી બજાર સમિતિ ખાતે ભાજપના કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપાની જાહેરસભા યોજાઈ હતી. જાહેરસભામાં છોટાઉદેપુરના સાંસદ રામસીંહ રાઠવાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનાઓએ કેન્દ્ર સરકાર દ્વારા સાડા ત્રણ વર્ષના શાસનકાળમાં કરવામાં આવેલા વિકાસના કામોની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં દેશમાં પ્રથમવાર જનધન યોજના અંતર્ગત દેશના ગરીબ વર્ગની પ્રજાના ૩૦ કરોડથી પણ વધુ ખાતા બેન્કોમાં ખોલાવ્યા જેવી વિગતોની જાણકારી આપી હતી અને વિકાસ ગાંડો થયો છે. જેની સામે જણાવેલ કે કોંગ્રેસના લોકોને ઈનસોમ્યા નામની બીમારી થઈ હોવાથી બુધ્ધિ અને દૃષ્ટિ બને ખરાબ થઈ હોવાના કારણે વિકાસ જોવાતો નથી.
Facebook
0
Twitter
0