જંગલમાં મહિલાની હત્યા કરનાર અમદાવાદ પોલીસ સમક્ષ હાજર

જૂનાગઢ, તા. ૩
જૂનાગઢનાં ભવનાથ પાસેના જંગલમાં જેતપુરની દેવીપૂજક મહિલાની હત્યા કરીને હત્યારો દેવીપૂજક શખ્સ અમદાવાદ પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, તાલાલાના ગલિયાવડ ગામનો દેવીપૂજક મૂકેશ બાબુ સોલંકી નામનો શખ્સ વહેલી સવારે અમદાવાદ ખાતે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેણે જેતપુરની સીતાબેન મૂકેશ દેવીપૂજક નામની ૩પ વર્ષીય મહિલાની જૂનાગઢના ભવનાથ પાસેના જંગલમાં હત્યા કર્યાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ થતા એસ.પી.નિલેશ જાજડિયાની સૂચનાથી ભવનાથ પી.એસ.આઈ. કે.એમ. મોરીએ સ્ટાફને આરોપી મૂકેશ બાબુને જૂનાગઢ લાવવા રવાના કરેલ. દરમ્યાનમાં પી.એસ.આઈ. મોરી સહિતના સ્ટાફે ગીરનાર જંગલમાં હત્યાવાળી જગ્યા અને મૃતક મહિલાની લાશ અંગે શોધખોળ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks