જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ દ્વારા ભરૂચમાં મહિલાઓ માટે કોવિડ-૧૯ તથા સ્વાસ્થ્ય સંભાળ માટે પરિસંવાદ યોજાયો

(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૪
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રીસોર્સ પર્સન તજજ્ઞો બહેનો તેમજ અન્ય સ્વયંસેવક બહેનો અને તાલીમાર્થીઓ માટે શિક્ષક દિનના ઉપલક્ષમાં કોવીડ-૧૯ અને મહિલા સ્વાસ્થય સંભાળ માટે પરીસંવાદનું આયોજન કરાયું. સ્વાગત પ્રવચન કરતા ઝયનુલ સૈયદ નિયામકશ્રીએ જણાવ્યું કે પાંચ મહીનાના કોરોના કાળ પછી ચાલુ માસમાં તાલીમ કાર્યક્રમો શરૂ કરવાની તક ઉભી થઇ છે જેથી રીસોર્સ પર્સનઓને કોવીડ-૧૯ અંગે તકેદારીનાં પગલા લેવા તેમજ સેનીટાઇઝેશનના સંશાધનો પુરા પાડવા ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ આજે મીટીંગનું આયોજન થયું છે. કાર્યક્રમ દરમ્યાન પૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીને એક મીનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી પણ પાઠવવામાં આવી. કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ભરૂચના ગાયનેકલોજીસ્ટ ડો.પલકબેન કાપડીયાએ બહેનોને કોવીડ-૧૯ અને મહિલાઓમાં થતા રોગો વિશે અને તેમના સ્વાસ્થય સંભાળ માટે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયું. જયારે નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના અધ્યક્ષા ઇન્દીરાબેન રાજ કાર્યક્રમના પ્રમુખ પદે ઉપસ્થિત રહયા અને એક શિક્ષક તરીકે બહેનોને કૌશલઆચર્યા તરીકે સન્માનીત કરી શિક્ષક દિનનો મહીમા સમજાવ્યો. વુમન્સ વેલ્ફેર ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રમુખ રશ્મીબેન જોષીએ બહેનોને વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ માટે પ્રોત્સાહીત કરી સ્વરોજગારી માટે માર્ગદર્શન પુરૂ પાડયું.
જે.એસ.એસ ટીમ દ્વારા કોવીડ-૧૯ની ગાઇડલાઇન્સ મુજબ સેનીટાઇઝીંગ મટીરીયલ્સ તેમજ ટીચીંગ લર્નીગ મટીરીયલ્સ પુરૂ પાડવામાં આવ્યું. અને મહાનુભાવોના હસ્તે રીસોર્સ પર્સનશ્રીઓને ભેટ આપી સન્માનીત કરાયા. જેએસએસ ભરૂચના અધ્યક્ષા એડવોકેટ ફિરદોશબેન મન્સુરી ખાસ ઉપસ્થીત રહયા હતા અને જેએસએસ ટિમને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. જયારે આભાર વિધી રોટરી કલબ ઓફ ભરૂચના રીઝવાનાબેન જમીનદારે કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks