(એજન્સી) નવી દિલ્હી, તા.રર
લોકસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપ દ્વારા લઘુમતીઓ વિરૂદ્ધ બહુમતી અંગેના સંવાદો શરૂ કરી સમાજમાં ધ્રુવીકરણ કરવાના પ્રયાસ સાથે મુસ્લિમો અને દલિતો વિરૂદ્ધ ભેદભાવને ઊભા કરવા જઈ રહી છે ત્યારે તેનો મુકાબલો કરવા મુસ્લિમો અને દલિતો માર્ગ શોધવા સંઘર્ષ કરી રહ્યા છે.
પાટનગર દિલ્હીમાં આ મુદ્દે છ કલાકના વિચારવિમર્શ બાદ દલિત-મુસ્લિમ મોરચો રચવાનો નિર્ણય કરાયો હતો જે બંધારણની રક્ષા કરશે તેમજ સામૂહીક અવાજને વેગ આપશે. ધ વે અહેડ મુદ્દા પર જમાતે-ઉલેમા હિન્દ દ્વારા આ પરિસંવાદ યોજાયો હતો. જે જમાતે-ઉલેમા-હિંદની ઓફિસે યોજાયો હતો.
આ પ્રસંગે બોલતા જાણીતા કાર્યકર પ્રો.રામપુનિયાએ કહ્યું કે આરએસએસ હિન્દુ રાષ્ટ્ર ઈચ્છે છે જ્યારથી તેની શરૂઆત થઈ છે જો આ સરકાર પુનઃ સત્તા પર આવશે તો બંધારણ સુરક્ષિત નહીં રહી શકે. છેલ્લા ચાર વર્ષથી તેઓ દેશમાં લોકોને વિભાજિત કરવા ભય, ધિક્કાર અને કોમવાદ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી રહ્યા છે. જો દેશને બચાવવો હોય તો આપણે આગામી ચૂંટણીમાં એક થઈ કામ કરવું પડશે.
આ પ્રસંગે પૂર્વ સાંસદ અને આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આહ્વાન કર્યું હતું કે કોમવાદી તત્ત્વોને ખુલ્લા પાડવા સાંસ્કૃતિક માધ્યમથી ક્રાંતિ શરૂ કરવી પડશે. જમાતના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે ફક્ત મુસ્લિમોને જ નહીં ખ્રિસ્તીઓને પણ સત્તાધારી પાર્ટી દેશની ભૂગોળમાંથી ભૂસી નાંખવા માંગે છે. આ સમય છે કે તેની સામે લડવા સમાન મંચ તૈયાર કરવો.
હિન્દુ ધાર્મિક નેતા સ્વામી અગ્નિવેશે ભાર મૂક્યો કે તાજેતરમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામેના બનાવો ભયાવહ છે તેની સામે લડવા એક થવું પડશે.
મૌલાના મહેમૂદ મદનીએ કહ્યું કે ચાર વર્ષથી મુસ્લિમ-ખ્રિસ્તીઓ ચોક્કસ પક્ષો નિશાન બનાવી રહ્યા છે. આ દૂષણ દૂર કરવા બંને પક્ષો હતા. નેતાઓએ ભેગા મળી કોઈ સમાધાન શોધી કાઢવો જોઈએ.
આ સંવાદમાં બંને કોમના નેતાઓ અને બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રો.કાંચા ઈલાહી, પ્રો. રામપુનિયાની, સ્વામી અગ્નિવેશ, અશોક ભારતી, પ્રકાશ આંબેડકર, હર્ષ મંદર, કારી મહેમૂદ ઉસ્માન, મૌલાના મદની કમાલ ફારૂકી સહિત ર૦૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાં શીખ, બુદ્ધ કોમના નેતાઓ પણ હતા.