હિંમતનગર, તા.૧૪
જમીઅતે ઉલમા સાબરકાંઠાની ઓફિસ પર મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રપ૦ દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાં દર્દીને નંબર ચકાસી મફત ચશ્મા સોંપવામાં આવ્યા હતા. અને દવાની જરૂરિયાતવાળા દર્દીઓને દવા પણ આપવામાં આવી અને મફત મોતિયાનું ઓપરેશન થાય એના માટે સલાહ સૂચના આપવામાં આવ્યા હતા. પણ આ પ્રસંગે ડૉ.ફકીર મોહંમદ અહમદભાઈ, હરસાન લુકમાનભાઈ અથાણિયા પાણપુર લુકમાન કે.એમ.એ પોતાનું વકતવ્ય આપ્યું હતું. મો.હમ્દાન મુફતી યુસુફ સા.ડોડિયા, ખાદીમ સાહેબ લાલપુરી (પ્રેસિડેન્ટ), મો.મોહસીન કિફાયતનગર (જનરલ સેક્રેટરી) અને હિફઝુર રહેમાન અ.મજીદ ખણુસિયા (જમીઅત યુથ કલબ કન્વીનર) ઉપસ્થિત રહ્યા હતા.
Facebook
0
Twitter
0