જયપુર : મસ્જિદની દીવાલ તોડી પડાતાં તંગદિલી ફેલાઈ

(એજન્સી) તા.૧૬
જયપુરમાં મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા રસ્તા પહોળા કરવાના બહાને બુધવારે એક મસ્જિદની દીવાલને પણ તોડી પાડવામાં આવતા સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો માર્ગો પર આવી ગયા હતા અને તેમણે જોરદાર હોબાળો મચાવતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. જો કે જિલ્લા મુખ્યમથકની સામે જ મુસ્લિમોનો મોટાપાયે ધસારો જોવા મળ્યો હતો. મળતા અહેવાલ અનુસાર મ્યુનિસિપાલિટીએ રોડ પહોળા કરવા માટે આ કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે રાતે રેવન્યુ એન્ડ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગેરકાયદેસર બાંધકામો તોડવાની શરૂઆત કરી હતી. જો કે આ કાર્યવાહી મેડિકલ ચોક અને રિંગરોડ નજીક કરવામાં આવી હતી. તદઉપરાંત ગાંધી ચોક ખાતે મસ્જિદની દીવાલ તોડી પાડવામાં આવી હતી. જોકે દરમ્યાન જેસીબી મશીન ભૂલથી મસ્જિદના ડોમે પણ સ્પર્શી ગયું હતું. જો કે તેના કારણે મસ્જિદનું એક નાનકડો ભાગ તૂટી પડ્યો હતો. જો કે આ સમાચાર ફેલાતાની સાથે જ સ્થાનિક મુસ્લિમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને તેમણે આ ડિમોલિશનનું કામકાજ અટકાવવા માટે વિરોધ દેખાવો શરૂ કરી દીધા હતા. જોકે તેમણે કેટલાક મશીનો પણ તોડી પાડ્યા હતા. જોકે મામલો બિચકતો જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું હતું. નોંધનીય છે કે બુધવાર સવારે મુસ્લિમ સમુદાયના લોકોએ ગાંધી ચોકનો રસ્તો બંધ કરી દીધો હતો અને દેખાવો શરૂ કર્યા હતા. ચાર કલાક સુધી ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. દેખાવકારોએ મસ્જિદને જે નુકસાન થયું તેના માટે વળતરની માગણી કરી રહ્યા હતા. જોકે ઘટનાસ્થળે જયપુરના સબ કલેકટર નારા ચંદ્રા દાલ આવી પહોંચતા તેમણે દેખાવકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે આ કાર્યવાહી અટકાવી દેવા આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે મુદ્દાનો ઉકેલ આવી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts