એનપીએ વધતા જીડીપીને નુકસાન થયું
(એજન્સી) નવી દિલ્હી, તા.૪
નોટબંધી બાદ રિઝર્વ બેંકના હાલના રિપોર્ટ બાદ ચાલેલી ચર્ચા વચ્ચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે, સમાજની સફાઈ માટે નોટબંધી ફરીથી કરવી પડે તો કરીશું.
નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં મંદીના મુદ્દે રાજીવકુમારે કહ્યું કે, જીડીપીને આર્થિક વૃદ્ધિમાં પતન એ માટે થઈ રહ્યું છે. એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં રાજીવકુમારે કહ્યું કે, નોટબંધી સમાજની સફાઈ માટે હતી તેથી જરૂર પડશે તો પુનઃ કરીશું.
રાજીવકુમારે કહ્યું કે, અગાઉની સરકારના શાસનમાં એનપીએ વધી રહી હતી. ત્યારે તત્કાલીન ગર્વનર રઘુરામ રાજને નીતિઓમાં બદલાવ કર્યો. તેના કારણે બેકિંગ ક્ષેત્રે ઉદ્યોગોને લોન આપવાનું બંધ કરી દીધું. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને ડો.મનમોહનસિંગ દ્વારા નોટબંધીને નુકસાનકારક બતાવવા બદલ રાજીવે સવાલ ઉઠાવ્યો કે, આ બધી વાતો તેઓ કરી રહ્યા છે જે ચિંતાજનક છે. તેમણે વધુમાં કહ્યું કે, પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં એનપીએની પહેચાન માટે નવા મિકેનીઝમ લવાયા. તે વધતા ગયા. જેથી બેંકિંગ સેક્ટરે લોન આપવાનું બંધ કર્યું. ઈકોનોમિક્સ ટાઈમ્સની ખબર મુજબ એનપીએ માર્ચ ર૦૧પના અંતમાં ૩.ર૩ લાખ કરોડ રૂપિયાથી વધી ર૦૧૬ સુધીમાં ૬.૧ લાખ કરોડ અને માર્ચ ર૦૧૮ સુધીમાં ૧૦.૪ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ૯૯ ટકા રદ નોટો પુનઃ જમા થઈ ગઈ. રૂા.પ૦૦ અને ૧૦૦૦ની ૧પ.૪૧ લાખ કરોડની ચલણમાં નોટો હતી. જે નોટબંધી બાદ ૧પ.૩૧ લાખ કરોડ ૯૯ ટકા પાછી આવી.