મોસ્કો,તા. ૨૮
ફિફા વર્લ્ડકપમાં ૧૪મી જુલાઇથી રોમાંચક મેચોનો દોર ચાલી રહ્યો હતો.હવે પ્રથમ રાઉન્ડની મેચો પૂર્ણ થઇ છે. એક દિવસના બ્રેક બાદ હવે દિલધડક રાઉન્ડ ૧૬ની મેચો શરૂ થશે. ધારણા પ્રમાણે જ તમામ ટોપ ટીમો રાઉન્ડ ૧૬માં પ્રવેશ કરી ચુકી છે. એકમાત્ર વર્તમાન ચેમ્પિયન જર્મની દક્ષિણ કોરિયા સામે હારી જતા તે ફેંકાઇ ગયુ છે. બાકીની તમામ ટોપ ટીમો વચ્ચે સ્પર્ધા છે. રાઉન્ડ ૧૬ની પ્રથમ મેચ હવે ૩૦મી જુનના દિવસે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ મેચ હજુ સુધીની સૌથી શાનદાર મેચ બની રહે તેવી શક્યતા છે. બીજી બાજુ પોર્ટુગલની હવે અસલ કસોટી થશે. ઉરુગ્વે ધરખમ ફોર્મમાં છે. આવી સ્થિતીમાં આ મેચ પણ રોચક રહેશે પ્રથમ તબક્કામાં ૪૮ મેચો રમાઇ ચુકી છે. એક દિવસના બ્રેક બાદ રાઉન્ડ ૧૬ હવે શરૂ થશે. ૩૦મી જુનથી આની શરૂઆત થઇ રહી છે.
ફ્રાન્સ વિરુદ્ધ આર્જેન્ટિના (૩૦મી જુન, સાંજે ચાર વાગે)
ઉરુગ્વે વિરુદ્ધ પોર્ટુગલ( ૩૦મી જુન, રાત્રે આઠ વાગે)
સ્પેન વિરુદ્ધ રશિયા ( પહેલી જુલાઇ, સાંજે ચાર વાગે)
ક્રોએશિયા વિરુદ્ધ ડેનમાર્ક ( પહેલી જુલાઇ , રાત્રે આઠ વાગે)
બ્રાઝિલ વિરુદ્ધ મેક્સકો ( બીજી જુલાઇ, સાંજે ચાર વાગે)
ગ્રુપ જી એનક વિરુદ્ધ ગ્રુપ એચ૨ વચ્ચે (બીજી જુલાઇ, રાત્રે આઠ
સ્વીડન વિરુદ્ધ સ્વીત્ઝર્લેન્ડ ( ત્રીજી જુલાઇ, સાંજે ચાર વાગે)
એચ વન વિરુદ્ધ જી ટુ ( ત્રીજી જુલાઇ રાત્રે આઠ)