અમદાવાદ, તા.૨૪
‘પદ્માવત’ વિવાદ અંગે જાણીતા પત્રકાર કોલમિસ્ટ હરિ દેસાઈએ એક ટીવી ન્યૂઝ ચેનલમાં પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે, પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજપૂત સમાજના સન્માન સાથે જણાવ્યું કે, આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સુપ્રીમના ચુકાદાની સામે ફરીથી સુપ્રીમમાં જઈ હજુ પણ આ ફિલ્મને ચુકાદાને રિવ્યુ કરાવી, રોકી શકે છે. જો કે, આ ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ ત્યારે પણ ત્યાં બેઠેલા દેશના સર્વોચ્ચ વડાના કેમ્પેઈનરે પણ આ ફિલ્મમાં કંઈકની લાગણી દુભાતી હોય તેવું લાગે તો ફિલ્મને અટકાવવી જોઈતી હતી અથવા કેન્દ્ર સરકારે ત્યાં આ અંગે કંઈક કરવું જોઈતું હતું પણ સરકારે તે ન કર્યું. વધુમાં હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘પદ્માવતી’ના પ્રશ્ને તેમનું માન જાળવવામાં અન્ય સમાજની લાગણી દુભાઈ નહીં તેનું પણ વિરોધ કરતા સમાજે ધ્યાન રાખવું જોઈએ. દેશની સર્વોચ્ચ અદાલતે ‘પદ્માવત’ ફિલ્મ રજૂ કરવા મુદ્દે આપેલ ચુકાદાની વિરૂદ્ધમાં સુપ્રીમ વિશે કંઈ પણ બોલવું જોઈએ નહીં. કેમ કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આપણે માન આપવું જોઈએ.