જાફરાબાદ જેટી વિસ્તારમાં વાવાઝોડા અંગે મોકડ્રિલ યોજાઈ

 

(સંવાદદાતા દ્વારા)
અમરેલી,તા.૧૪
જાફરાબાદ જેટી વિસ્તારમાં એન.ડી.આર.એફ. ટીમ તેમજ સ્થાનિક પોલીસ, આરોગ્ય અને વિવિધ સંલગ્ન વિભાગો દ્વારા ગતિ (સ્પીડ) વાવાઝોડા અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા વાવાઝોડાની વિષમ પરિસ્થિતિમાં કરવાની થતી કામવીરી કેવી રીતે કરવી એનો લાઈવ ડેમો રજૂ કર્યો હતો. તેમજ વાવાઝોડાની ઘટનાઓમાં બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, જાફરાબાદ અને રાજુલાના અધિકારીઓ પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, સ્થાનિક કંપનીઓના અધિકારીઓ, મરીન પોલીસ, મત્સ્યોદ્યોગ કચેરી, મેરિટાઈમ બોર્ડ ફોરેસ્ટ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts