જામનગરમાં ઓપરેશન બાદ મહિલાનું મોત તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૭
જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં મહિલાનું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યુંુ હતું દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કરતા મામલો બિચકયો હતો. જેના પગલે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો, પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોકકસ કારણ સ્પષ્ટ થશે. મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગરમાં રહેતા નિર્મળાબેન ભુરાભાઇ લકુમ (ઉ.વ.૫૧) નામના મહિલાને ગઇકાલે રાત્રીના ખોડિયાર કોલોની દિવ્યમ કોમ્પ્લેક્ષમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં કોથળીનું ઓપરેશન કરાવવા માટે દાખલ કરવામાં આવ્યા હતા દરમિયાન ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઇ હતી, એ પછી સારવાર હેઠળ રહેલી મહિલાનું વહેલી સવારે મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તબિબની બેદરકારીના કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કરતા ભારે અફડાતફડી મચી હતી, થોડો સમય રકઝક ચાલી હતી દરમ્યાન એએસપી પટેલ અને સીટી-સી ડીવીઝનનો કાફલો દોડી ગયો હતો પ્રાથમિક વિગતો જાણી હતી અને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી હતી. બીજી બાજુ મૃતદેહને પીએમ માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પીએમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું કારણ સ્પષ્ટ થશે, હાલ પરિવારજનોએ કરેલા આક્ષેપના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks