જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રિજનું સાતમી જુલાઈએ લોકાર્પણ થશે

જામનગર,તા.ર૮
જામનગરના બેડેશ્વર માર્ગના રેલવે ફાટક ઉપરના ઓવરબ્રીજ તથા શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળોએ નિર્માણ કરવામાં આવેલા આવાસોનું લોકાર્પણ આગામી તા.૭ જુલાઈના કરવામાં આવનાર છે.
કુલ રપ કરોડના ખર્ચેથી નિર્માણ કરવામાં આવેલા આ બ્રિજમાં ર૧ કરોડ જામનગર મહાનગરપાલિકા મારફત ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે રેલવે દ્વારા આ પુલ માટે ૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રેલવે હસ્તકનું કવોરીંગનું કામ થોડું બાકી છે જે આગામી દસેક દિવસમાં પૂર્ણ થશે. આથી કુલ રપ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજથી હજ્જારો વાહનચાલકોને ફાયદો થશે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા સરકારના આર્થિક સહયોગથી શહેરમાં લાલવાડી, પોલીસ હેડક્વાટર્સ પાછળ અને શરૂસેક્શન રોડ એમ ત્રણ સ્થળોએ કુલ ૮૭૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આવાસો સંપૂર્ણ પણે તૈયાર થઈ ગયા હોય, આગામી તા.૭મી જુલાઈના આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુના હસ્તે આ તમામ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી ઉપસ્થિત રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks