જામનગર જિલ્લામાં ભૂકંપના આંચકા જારી : મધરાત્રે વધુ બે આંચકા આવ્યા

જામનગર, તા.ર૬

જામનગર જીલ્લામાં સતત હળવા ભૂકંપના આચકા નોધાઇ રહ્યા છે. સોમવારે ભારે વરસાદમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને બપોરે બાદથી મંગળવારે વહેલી સવાર સુધીના ૧૮ કલાકના ગાળામાં પાંચ આંચકા અનુભવાયા હતા. આ આંચકાઓ બાદ આજે બુધવારે ગત રાત્રેએ વધુ બે આંચકા અનુભવાયા છે. બે દિવસમાં સાત આંચકોથી ભય યથાવત રહ્યો છે. જીલ્લામાં ભૂકંપના હળવા આચકાનો પ્રવાહ વણ થંભ્યો રહ્યો છે. સોમવારે બપોરે બાદ ૩ઃ૩૯ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે સાંજે ૬ઃ૪૦ વાગ્યે ૧.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જયારે એક કલાક બાદ વધુ એક આંચકો અનુભવાયો હતો, જે સાંજે ૭ઃ૩૪ વાગ્યે ૨.૫ની તીવ્રતા ધરાવતો હતો. જયારે મંગળવારે મોડી રાત્રે ૨ઃ૦૮ વાગ્યે ૨.૨ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. મંગળવારે વહેલી સવારે ૬ઃ૧૧ મીનીટે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જયારે આજે બુધવારે પણ આંચકાઓનો દોર યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે ૯ઃ૦૬ મીનીટે લાલપુરથી ૨૫ કિમી દુર કાલાવડ પંથકમાં ૨.૨ની તીવ્રતાથી ધરતી ધ્રુજી હતી. આ ભૂકંપ જમીનથી ૨.૩ કિમીના અંતરે ઉદ્ભવ્યો હતો જયારે મોડી રાત્રે ૨ઃ૧૫ વાગ્યે વધુ એક આંચકો અનુભવાયો હતો. જામનગરથી ૨૯ કીમી દુર કાલાવડ પંથકમાં ૧.૮ કિમીની ઊંડાઈએથી શરુ થયેલ આ ભૂકંપની તીવ્રતા ૨.૪ માપવામાં આવી છે. સતત આવતા આંચકાઓને લઈને ભયનો માહોલ બરકરાર રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કાલાવડ પંથકમાં સળવળાટ શરુ થયો છે. કચ્છ, મોરબી, જામનગર અને જુનાગઢને જોડતી આ ફોલ્ટ લાઈન સક્રિય થઇ છે. છેલ્લા ત્રણ માસમાં નોંધાયેલ મોટાભાગના ભૂકંપ આ જ લાઈન પર સર્જાયા છે. ત્યારે જૂની લાઈન સક્રિય થઇ હોવાનું સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ કહી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks