જામનગર મનપાનું ૬૧૫ કરોડનું બજેટ, પાણીમાં ૩૩ ટકા અને મિલકત વેરામાં બમણો વધારો

જામનગર, તા.૩૧
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧૭-૧૮નું રીવાઈઝ બજેટને લક્ષમાં રાખી ર૦૧૮-૧૯ના વર્ષનું રૂપિયા ૬૧પ કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ. કમિશનર દ્વારા આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચેરમેન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૬૧પ.૦પ કરોડના ખર્ચ અને પ૧.૪૩ કરોડની બંધપુરાંત દર્શાવતા બજેટની ઝાંખી કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન કમલાસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મ્યુનિ. કમિશનર આર.બી. બારડ દ્વારા ર૦૧૬-૧૭નું રિવાઈઝ્‌ડ અને વર્ષ ર૦૧૮-૧૯ના ડ્રાફ્ટ બજેટ ચેરમેન કમલાસિંહ રાજપૂત સમક્ષ રજૂ કર્યું હતું. આ વેળાએ મેયર પ્રતિભાબેન કનખરા, ડે. મેયર ભરતભાઈ મહેતા, ચીફ એકાઉન્ટન્ટ નિર્મલ જિગ્નેશ તથા સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર આર.બી. બારડ દ્વારા ડ્રાફ્ટ બજેટ અંગે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જામ્યુકો દ્વારા માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કમરતોડ મહેનત કરી કરોડોના પ્રોજેક્ટ પૂર્ણ કરેલ છે. જેમાં અગત્યના કહી શકાય તેવા પાણી વિતરણની પાણી પુરવઠા યોજના, ભૂગર્ભ ગટર નેટવર્ક, સીયેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, શહેરના મુખ્ય માર્ગો તથા આંતરિક રસ્તાઓ, ઓવરબ્રિજ-અંડરબ્રિજ, હેરિટેજ, સ્ટ્રીટલાઈટ સહિતના કામો દર્શાવ્યા હતા. આથી હૈયાત કરમાળખા અંતર્ગતની વાર્ષિક ડિમાન્ડ ધ્યાને લેતા આવકએ ફરજિયાત કરવા પડતા ખર્ચ સામે નહીંવત્‌ છે. જેથી વાર્ષિક ડિમાન્ડ ખર્ચમાં કુલ રૂપિયા ૩૮.૬૭ કરોડ, કન્ઝર્વન્સી એન્ડ સીવરેજ ટેક્સમાં કુલ રૂપિયા ર.૦૩ કરોડ, પ્રોફેશનલ ટેક્સ રૂપિયા પ.૮૦ કરોડ, એન્ટરટેઈનમેન્ટ ટેક્સ રૂપિયા ૦.૬૦ કરોડ, વ્હીકલ ટેક્સ રૂપિયા ૧ કરોડ, શો ટેક્સ રૂપિયા ૦.૧૦ કરોડ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રૂપિયા ૩.૩૦ કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એજ્યુકેશન શેષમાં રૂપિયા પ.૬૬ કરોડ, ફીક્‌ીસ વોટર ચાર્જીસમાં રૂપિયા ૭.૯૩, ટાઉન પ્લાનિંગ ચાર્જીસમાં રૂપિયા રપ કરોડ, મીટર વોટર ચાર્જીસમાં રૂપિયા ૧૦ કરોડ મળી કુલ ૧૦૩.૮૪ ની વાર્ષિક ડિમાન્ડ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks