જાસૂસી સૂત્રોનું કહેવું છે કે ઈરાન જલ્દી જરશિયાને અનેક બેલેસ્ટિક મિસાઈલો આપશે

(એજન્સી) તા.૧૨
બે યુરોપિય જાસૂસી સૂત્રોએ જણાવ્યું કે ઈરાનમાં ડઝનો રશિયન સૈન્ય કર્મચારીઓને ફથ-૧૬૦ કલોઝ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમને યુક્રેનમાં પોતાના યુદ્ધ માટે રશિયાને અનેક ઉપગ્રહ નિર્દેશિત હથિયારોની ડિલિવરીની આશા છે. માનવામાં આવે છે કે રશિયાના સુરક્ષા મંત્રાલયના પ્રતિનિધિઓએ ફથ-૩૬૦ અને ઈરાનની સરકારી માલિકીવાળા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત એક અન્ય બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ અબાબિલ માટે ૧૩ ડિસેમ્બરે તહેરાનમાં ઈરાની અધિકારીઓ સાથે એક કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમણે સંવેદનશીલ મામલાઓ પર ચર્ચા કરવા માટે નામ ના બતાવવાનો આગ્રહ કર્યો.
કેટલાક ગોપનિય જાસૂસી સ્ત્રોતોનો હવાલો આપતા અધિકારીઓએ જણાવ્યું કે રશિયન કર્મચારીઓએ ફથ-૩૬૦ સુરક્ષા સિસ્ટમને સંચાલિત કરવાની પદ્ધતિ શીખવા માટે ઈરાનની મુલાકાત લીધી છે. જે ૧ર૦ કિમીની મહત્તમ સીમા અને ૧પ૦ કિલોગ્રામના વારહેડની સાથે મિસાઈલોને લોન્ચ કરે છે. સૂત્રોમાંથી એકે જણાવ્યું કે તાલીમ પછી એકમાત્ર આગામી સંભવ પગલા તરીકે મિસાઈલની વાસ્તવિક ડિલિવરી થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks