‘જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઈએ’ઃ શહીદ કેપ્ટન કપિલ કુંડુનું અંતિમ ફેસબુક સ્ટેટસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારમાં શહીદ થયેલા કેપ્ટન કપિલ કુંડએ તેમના અંતિમ ફેસબુક સ્ટેટસ પર લખ્યું હતું કે જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઈએ. શહીદ કલિપ કુંડુના દોસ્ત રામયા થોલિયાએ કહ્યું કે નાનપણથી જ કપિલનું જીવન સંઘર્ષ ભરેલું રહ્યું છે. ૨૦૧૨ માં કપિલના જન્મદિવસે તેમના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું ત્યાર બાદ તેમને બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા માર્ક્સ મેળવ્યાં હતા. ૧૦ ફેબ્રુઆરીએ કેપ્ટન કુંડુનો ૨૩ મો જન્મદિવસ આવવાનો હતો. રિપોર્ટ અનુસાર માતા અને યુવા બહેન સાથે જન્મદિવસ મનાવવા માટે કેપ્ટને કુંડુએ ટીકિટ બુક કરાવી હતી. તેમનો પરિવાર હરિયાણાના પટોડીમાં રહે છે. તેમની ગત મુલાકાતમાં ગામલોકોએ હીરો તરીકે તેમને ઊંચકીને તેમનું સ્વાગત કર્યું હતું. નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ લશ્કરમાં જોડાયા હતા. પોતાના દોસ્તની શહીદી પર રડતાં મિત્ર રમ્ય થોલિયાએ કહ્યું કે કપિલને કવિતા લખવાનો બહુત શોખ હતો. કપિલની સાથે મોટો થનાર રમ્યે એવું પણ કહ્યું કે ૨૦૧૨ માં જ્યારે કપિલ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે તેના પિતાનું હાર્ટએટેકથી મોત થયું હતું અમને બધાને ડર લાગ્યો હતો પરંતુ અંતે કપિલે ૮૦ ટકા માર્ક સાથે પરીક્ષા પાસ કરી. કપિલ જે કવિતાઓ લખી છે તેમાં ‘એક શહીદની ગાથા’નો પણ સમાવેશ થાય છે. ફેસબુક પર કેપ્ટન કુંડુએ પોતાનું પસંદગીનું અવતરણ ટાંકતા લખ્યું કે જો તમે દોડી ન શકો તો ચાલો. જો તમે ચાલી પણ ન શકો તો ભાંખોડિયા ભરો. અને જ્યાં સુધી તમારુ લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહીં. યુવા લશ્કરી અધિકારી કપિલની શહીદી પર શોક વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમના જીવનના કેટલાક ભાગોને શેર કરીને હૃદયસ્પર્શી અંજલિ આપી. તેમના દ્વારા હિન્દીમાં લખવામાં આવેલું છેલ્લા કાવ્ય વોટ્‌સએપ પર વાયરલ બન્યું હતું. સ્મિતા દિક્ષિતે ટ્‌વીટ કરીને લખ્યું કે એક કૃતજ્ઞ રાષ્ટ્ર આવા બલિદાનોને ક્યારેય પણ નહીં ચુકવી શકે. બીજા એક ટ્‌વીટમાં એવું કહેવામાં આવ્યું ફક્ત એક સૈનિક અને તેમના પરિવાર યુદ્ધની સાચી કિંમત જાણતો હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks