(એજન્સી) ચેન્નાઈ, તા.૧૬
ચેન્નાઈમાં દલિત નેતા જિગ્નેશ મેવાણીને તેમની પત્રકાર પરિષદ મજબૂરીથી રદ કરવી પડી હતી. જિગ્નેશ મેવાણીએ રિપબ્લિકન ટીવીના પત્રકારને પ્રેસ મીટ સ્થળેથી બહાર રાખવા માંગ કરી હતી. પરંતુ ચેન્નાઈના પત્રકારોએ મેવાણીની આ માગણીનો અસ્વીકાર કરી પ્રેસ મીટનો બહિષ્કાર કર્યો હતો. અમે મેવાણીની માગણી સાથે સંમત નથી. છ જેટલા પત્રકારોએ મેવાણીને સવાલ-જવાબ શરૂ કર્યા તે પહેલાં જ રિપબ્લિકન ટીવીના પત્રકારને હટાવવાની મેવાણીએ માગણી કરી હતી. જનતા કા રિપોર્ટર સાથે વાતચીત કરતાં એક પત્રકારે કહ્યું કે અમે જિગ્નેશ સાથે વાત કરવા ગયા હતા કારણ કે તામિલનાડુમાં તેને કંઈક બોલવાનો ખાસ રસ હતો પરંતુ રિપબ્લિકન ટીવીના પત્રકારની હકાલપટ્ટીની માગણીને પત્રકારોએ ફગાવી દઈ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. તામિલનાડુમાં કોઈ નેતાની મનમાની ચલાવાતી નથી. જો મેવાણીની માગણી સ્વીકારાઈ હોત તો કાલે સ્ટાલિ પણ કંઈક આવી જ માગણી કરતા. રિપબ્લિકન ટીવીના સ્થાપક અર્ણબ ગોસ્વામી દલિત નેતા સામે અભિયાન ચલાવે છે. ગયા અઠવાડિયે દિલ્હીમાં જિગ્નેશના ફલોપ શોનું વર્ણન કર્યું હતું. રિપ્બલિકન ટીવીએ એબીપી ન્યૂઝના પત્રકારને ગુંડો કહેતાં તેને માફી માંગવી પડી હતી. ચેન્નાઈ સ્થિત પત્રકારોને ટ્વીટર પર ટેકો મળ્યો.