જિહાદ બાબતે ગેરસમજોનું નિરાકરણ

ર૪ આયતોની હકીકત-ચોખવટ

ભાગ-૬
મહાભારતનો એક પ્રસંગ જોઈએ : “કોરવો અને પાંડવો બધા જ ભાઈ હતા. છતાં તેમના વચ્ચે શત્રુતા મંડાણી. સહધર્મી અને સગાઓ હોવા છતાં કુરૂક્ષેત્રમાં તેઓ એકબીજાથી લડ્યા. આ જ લડાઈમાં કૃષ્ણ શુભવાણી ઉચ્ચારતાં યુદ્ધમાં માર્યા જવા પર અર્જુન માટે સ્વર્ગની ભવિષ્યવાણી ઉચ્ચારે છે. રણાંગણમાં એક એવો સમય પણ આવે છે કે જ્યારે બંને પક્ષે થનારી ખુવારીના વિચારથી અર્જુન મોહવશ થઈ લડાઈનો નન્નો ભણી દે છે. કૃષ્ણને સંબોધીને કહે છે : હે ભગવાન ! મારે જય-વિજય, રાજ-સુખ કંઈ જોઈતું નથી. હે ગોવિંદ ! ભીષ્મ પિતામહ અને ગુરૂ દ્રોણાચાર્ય પર બાણવર્ષા કરી એમને હું વધ કરૂં ? આવા રાજપાથ અને જીવનનો શો લાભ ? આ સાંભળી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેરતા કહે છે : હ અર્જુન ! તુ આજનું ધર્મયુદ્ધ નહીં કરીશ તો ધર્મ અને ખ્યાતિ તારા હાથમાંથી નીકળી જશે. તું અધર્મી થઈ જશે અને પાપાચારી કહેવાશે. હે અર્જુન ! તું આ યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ મેળવીશ. વિજયને વર્યો તો પૃથ્વી પર રાજ કરીશ.” પોતાના જ સ્વજનોથી લડવામાં આવેલ આ લડાઈનો આશય ફકત રાજગાદી હતી, છતાં એને ધર્મયુદ્ધ કહેવામાં આવે છે. ન લડવાને અધર્મ અને લડતાં લડતાં માર્યા જનારને સ્વર્ગની શુભવાણી ! જ્યારે કે ઈસ્લામમાં કે કુર્આનમાં સત્તા મેળવવા માટે ક્યાંય લડાઈનો આદેશ નથી.
લડાઈ હિન્દુ ધર્મગ્રંથોમાં : “ઈશ્વર આદેશ આપે છે કે હે રાજપુરૂષો ! તમારા શસ્ત્રો શતઘ્ની (તોપ) ભુશુંડી (બંદૂક) ધનુષ્ય-બાણ તલવાર વગેરે શત્રુઓને પરાજય આપવા અને રોકવા માટે પ્રશંસિત અને દૃઢ હો અને તમારી સેના પ્રશંસનીય થાય જેનાથી તમે સદા વિજયી થાઓ, પરંતુ જે નિંદિત અન્યાયરૂપ કામ કરે છે એને ઉપરોક્ત વસ્તુઓ પ્રાપ્ત ન થાજો.”
(મનુસ્મૃતિ મંડળ : ૧, સુકત : ૧૩૯, મંત્ર :ર)
“સંગ્રમોમાં એકબીજાનું હરણ કરવાની ઈચ્છા કરી જે રાજાઓ તેમનું જેટલું સામર્થ્ય હોય ડર વિના પીઠ દેખાડ્યા વિના દર્શાવે છે, તેઓ સુખ પ્રાપ્ત કરે છે.”
(મનુ. ૭/૮૯)
મનુ સ્મૃતિ : ૭માંથી લડાઈના આદેશો અને તે વિષયક માર્ગદર્શનનું વિસ્તારપૂર્વક વર્ણન સત્યાર્થ પ્રકાશમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું છે.
(જુઓ પેજ : ૧૩૪થી ૧૭૧)
એક જગાએ છે : “જો સામે શતઘ્ની (તોપ) અથવા ભુશુંડી (બંદૂક) છૂટી રહી હોય તો સર્પવ્યૂહ અપનાવે. અર્થાત, સૂતા આગળ વધે. જ્યારે તોપો સમીપ પહોંચે તો શત્રુને મારી અથવા પકડી તોપોનું મુખ શત્રુ તરફ કરી એ જ તોપો, બંદૂકોથી શત્રુઓને મારે અથવા વૃદ્ધ પુરૂષોને તોપોના મુખ સામે ઘોડાઓ પર સવાર કરાવી દોડાવે અને મારે, વચ્ચે સારા યોદ્ધાઓ સવાર રહે. એકવાર હલ્લો બોલી શત્રુ સેનાને છિન્ન ભિન્ન કરી પકડી લે અથવા નસાડી મૂકે.”
(મનુ. ૭/ ૧૯૧)
આધુનિક વિશ્વના બધા જ દેશો સ્વીકારે છે કે પ્રાણ-સંપત્તિ આબરૂ અને સ્વબચાવ ખાતર લડવું માનવીનો બુનિયાદી અધિકાર છે, પરંતુ કોણ જાણે કેમ મુસલમાનો માટે આ અધિકાર સ્વીકારવામાં કંજૂસાઈ કરવામાં આવે છે.
આ પ્રકારના આક્ષેપોના જવાબ માટે અમૂક બાબતો જાણવી જરૂરી છે.

  • ઈસ્લામ એક સંપૂર્ણ (મુકમ્મલ) દીન છે, જેમાં માનવજીવનને લગતાં જન્મથી લઈ મૃત્યુ સુધી બલ્કે હશ્રના મેદાન અને જન્નત-જહન્નમ સુધીના બધા જ પ્રશ્નોના હલ મોજૂદ છે.
  • ઈસ્લામ સ્વીકારવા માટે કોઈ બળજબરી નથી. કારણ કે ઈસ્લામનો સંબંધ દિલથી છે. એટલા જ માટે મદીસના મુનવ્વહરાના મુનાફિકો કે જેમણે જાહેરમાં ઈસ્લામ કબૂલ કર્યો હતો અને નમાઝ પણ પઢતા હતા છતાં દિલથી ઈમાન સ્વીકાર ન કરવાને લઈ તેમને મુસલમાન નહીં સમજવામાં આવ્યા.
  • ઈસ્લામ કોઈ પણ ધર્મ અને જાતિ-જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાથી રોકે છે.
    (સૂ અન્‌આમ : આયત-૧૦૮-૧૦૯)
  • એટલા જ માટે મુસ્લિમ વિદ્વાનોએ રામાયણનું ઉર્દૂ-ફારસીમાં ભાષાંતર કર્યું તો સીતા માટે શરીફ-પવિત્ર મહિલાનો શબ્દપ્રયોગ કર્યો જ્યારે કે ભારતના જ બીજા ધર્મોના લોકોએ રામ અને સીતા માટે ગાળો અને ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો છે. અન્ય ધર્મોના મહાનુભાવો, ધર્મગુરૂઓ અને સંન્યાસીઓ ઉપર હાથ ઉઠાવવાની ઈસ્લામમાં લડાઈ દરમ્યાન પણ મનાઈ કરવામાં આવી છે.
  • કુર્આન શરીફ કુલ ર૩ વર્ષની મુદ્દતમાં ઊતર્યું, જેમાં મક્કા મુકર્રમહના ૧૩ વર્ષ ફકત સબ્ર, ધીરજ અને દરેક તકલીફ વેઠવાનો હુકમ હતો. એક પણ આયતમાં જિહાદ અને સંઘર્ષનો હુકમ નથી આવ્યો. મદીના મુનવ્વરા હિજરત કર્યા બાદ પણ સતામણી ચાલુ રહી. મુસલમાનોને નેસ્તનાબૂદ કરવા વેપારી કાફલા રવાના કરવામાં આવ્યા કે તેની આવક અને નફાની રકમથી હથિયારો ખરીદી મુસલમાનોના વિરોધમાં વાપરવામાં આવે. જ્યારે હદથી વધારે ઝુલ્મ અને અત્યાચારો વધી ગયા ત્યારે મુકાબલો કરવાની (જિહાદ) પરવાનથી આપવામાં આવી.
  • હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના યુગથી લઈ આજ સુધી મુસ્લિમ દેશોમાં (જેમની સંખ્યા પ૭ છે) ગેરમુસ્લિમોની ઘણી મોટી સંખ્યા વસવાટ કરે છે. અરબ દેશોમાં ભારતના પ૦ લાખથી વધુ ગેરમુસ્લિમ ભાઈઓ નોકરી-ધંધો, કામકાજ વગેરે કરે છે. તેમને બધા જ પ્રકારની છૂટછાટ અને આઝાદી પ્રાપ્ત છે. જો જિહાદની આયતો (જે એક ખાસ પ્રકારના સંજોગોમાં ઊતરી છે)નો ભાવાર્થ તે જ હોત. જેને ઈસ્લામ ઉપર આક્ષેપ કરનારા સમજે છે, તો અત્યાર સુધી તેની ઉપર કેમ ન હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબે અમલ કર્યો અને ન આજ સુધી કોઈ મુસ્લિમ સરકારોએ અમલ કર્યો ? સ્પષ્ટ છે કે, આ આયતોનો તે ભાવાર્થ નથી, જેને અમુક લોકો અજાણતામાં અથવા ઈરાદાપૂર્વક ગલત રીતે રજૂ કરે છે.
  • આ માન્યતા ગલત છે કે, કુર્આન શરીફ ફક્ત મુસ્લિમોનું ધાર્મિક પુસ્તક છે. બલ્કે તે સમસ્ત માનવજગતની હિદાયત અને માર્ગદર્શન માટે ઊતર્યું છે. એટલા જ માટે કુર્આન શરીફમાં સમસ્ત માનવજગતને સંબોધીને વધુ હુકમો કરવામાં આવ્યા છે.
  • ઈસ્લામમાં કોઈ પણ જાતની છૂટછાટની માન્યતા નથી. ઈસ્લામ રંગ, નસલ, જાતિ વગેરેના ભેદભાવને બિલકુલ માન્યતા આપતો નથી.
  • ગેરમુસ્લિમ ભાઈઓથી નમ્ર વિનંતી કે, તે અનુક્રમાણિકા જોઈને કુર્આન શરીફના વિષયોને ન પઢે, બલ્કે પૂરૂં કુર્આન શરીફ પઢવાની કોશિશ કરે. અમૂક લોકો ઈન્ડેક્ષ (વિષય સૂચી)ની મદદથી ફક્ત જિહાદવાળી આયતો શોષીને તેને જ વાંચે છે. તેની આગળ-પાછળ તથા ઐતિહાસિક તથ્યો-બનાવોને જોયા વગર વાંચીને ઈસ્લામ ઉપર આક્ષેપ કરે છે અથવા આક્ષેપ કરનારને સાચો સમજે છે. પરંતુ હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ તથા સહાબા (આપ (સ.અ.વ.) સાહેબના પ્રથમ અનુયાયીઓ)ને જાની દુશ્મનો તરફથી કેવા અત્યાચારો વેઠવા પડતા હતા તેની માહિતી તેની પાસે નથી હોતી.
  • ઈસ્લામ નફરત અને ધિક્કારને કોઈ પણ પ્રકારે પસંદ કરતી નથી. કોઈને તુચ્છ પણ સમજતો નથી. બલ્કે નબીઓ પોતાના દુશ્મનોને પણ “મારી કૌમ” કહીને સંબોધિત કરે છે. કુર્આન શરીફમાં “હે માનવીઓ” શબ્દ ૩૧પ જગ્યાએ વપરાયેલ છે. ઈસ્લામી શિક્ષણ અનુસાર ખુલ્લા દુશ્મનથી પણ નફરત અને વૈમનસ્ય કરવું જાઈઝ નથી. વેપાર, વ્યવહાર, હદીયા (ગિફ્ટ) વગેરેની આપ-લે દરેક સાથે જાઈઝ છે. એકબીજાની ખબર-અંતર અને પરસ્પર સારા સંબંધો જાળવી રાખવાને ઈસ્લામ પ્રાધાન્ય અને મહત્ત્વ આપે છે.
  • હિન્દુ-મુસ્લિમ કૌમી દંગાઓ અંગ્રેજોના યુગ પહેલા ન હતા. બધા જ હળીમળીને રહેતા હતા. અંગ્રેજોએ ‘લડાવો અને હુકૂમત કરો”ના નારા સાથે બંને કૌમોમાં ઝેર ભેળવ્યું અને ત્યારબાદ ભારતના વિભાજન અને બે રાષ્ટ્રીય રાજનીતિના કારણે તેમાં ઓર વધારો થયો.
  • સંપાદક : (હઝ) મવ.ઈકબાલ મુહમ્મદ ટંકારવી (સા.)
    (સમાપ્ત)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts