(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.રર
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર રતનપર પાસે આવેલા સરકીટ હાઉસ નજીક જૂનાગઢથી દિયાદરો જતી બસમાં અચાનક આગ લાગતા ૬પ જેટલા મુસાફરોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જોરાવરનગર પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર દોડી જઈ અને ડ્રાઈવરના નિવેદનના આધારે હાલ ફરિયાદ નોંધવામાં આવેલ છે તો સુરેન્દ્રનગર શહેરના એસ.ટી. ડેપો મેનેજરને જાણકારી આપવામાં આવતા ડેપો મેનેજર અગ્રવાલ પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.
જૂનાગઢથી દિયોદર જતી બસના ડ્રાઈવર રાજેશ ચુનીલાલ સિંઘવે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે મુસાફરો બારી અને દરવાજા કૂદી બહાર આવી જતા કોઈ જાનહાનિ થયેલ નથી. પરંતુ બસ સાવ સળગીને ખાખ થઈ જવા પામેલ છે. જ્યારે ૬પ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો છે.
રતનપર-બાયપાસ પાસે કાર ડિવાઈડર ઉપર ચઢી
સુરેન્દ્રનગર રતનપર મૂળી હાઈવે ઉપરના બાયપાસ રોડ ઉપર કારના ચાકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર સીધી જ ડિવાઈડર ઉપર ચઢી ગયેલ હતી. જેથી કારમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ જાનહાનિ કે ઈજાના કોઈ સમાચાર જાણવા મળતા નથી.