જૂનાગઢ, તા.૧૧
માખીયાળા પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા ૧૬ વર્ષના તરૂણનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે રીક્ષા ચાલક સહિત ત્રણને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ૭૦ વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વંથલીના બરવાળા ગામના ચંદુભાઈ રામજીભાઈ સોલંકી પોતાના પુત્ર ધવલ(ઉ.વ.૧૬) સાથે બરવાળાથી માખીયાળા રીક્ષામાં જતા હતા ત્યારે માખીયાળા પાસે રીક્ષા પલ્ટી મારી જતાં ધવલનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના પિતા ચંદુભાઈ અને રીક્ષાચાલક અને તેનો મિત્ર હીરા ચાવડા (ઉ.વ.૭૦) એમ ત્રણને ઈજાઓ થતાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હીરાભાઈ ચાવડાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0