જૂનાગઢમાં ખબર કાઢવા જવા મામલે મારામારીની સામસામે ફરિયાદો

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૩
જૂનાગઢ મધુરમ શ્રીમનગર સોસાયટીમાં માર મારવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આપેલી વિગત અનુસાર કંચનબેન માધવજીભાઈ બગડા (ઉ.વ.પપ રહે. મધુરમ શ્રીનગર સોસાયટીવાળા)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેઓ બિમાર હોય અને તેમનાં દીકરી સંધ્યાબેન તેમની સોસાયટીમાં સાસરે હોય જેની ખબર કાઢવા ફરિયાદનાં ઘરે આવેલ જેથી આરોપીઓ નિલેશ હિરાભાઈ ચાવડા (રહે. બધા મધુરમ બાયપાસ શ્રીનગર સોસાયટી વગેરેએ ફરિયાદના ઘરે જઈ ફરિયાદીને કહેલ કે તમારી દીકરી પુછ્યા વગર કેમ આવેલ છે ? તેમ કહી બિભત્સ શબ્દો કહી તથા સાહેદોને ઢીકાપાટુનો મારમારી અને ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન આશરે બે-અઢી તોલાની કિંમત રૂા.પ૦ હજાર લુંટી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ-૩૯૪, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. જ્યારે સામાપક્ષે કૈલાસબેન હિરાભાઈ ચાવડા (દલિત, ઉ.વ.ર૭)એ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ફરિયાદીની ભાભી સંધ્યાબેન તેના માવતરનાં ઘરે તેનાં મમ્મીની ખબર કાઢવા ગયેલ જે મનદુઃખના કારણે આરોપી કંચનબેન માધવજીભાઈ બગડા, માધવજીભાઈ કરશનભાઈ બગડા, કાજલબેન માધવજીભાઈ બગડા વગેરેએ ફરિયાદી તથા સાહેદોને બિભત્સ શબ્દો કહી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોધાવતા પોલીસે કલમ-૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks