જૂનાગઢમાં હદપારી ભંગ બદલ ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા

જૂનાગઢ, તા. ૬
જૂનાગઢમાં હદપારી ભંગ બદલ ૩ શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.સી.ચુડાસમાએ આ કામના આરોપી જૂનાગઢ પ્રદીપના ખાડિયા વિસ્તારમાં રહેતાં નિરજ ઉર્ફે ટારઝન ડાયાભાઈ પરમાર (ઉ.વ.ર૭)ને જૂનાગઢ કોર્ટના હદપારી કેસ નં.રર/૧૬ તા. ર૮/૧ર/૧૭ના હુકમ આધારે જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, ગીર-સોમનાથ, જિલ્લા શહેરી તથા ગ્રામ્ય હદ વિસ્તારમાંથી હદપાર થયેલ હોવા છતાં કોઈ મંજૂરી વગર જૂનાગઢ શહેરમાં પ્રદીપ ખાડિયામાં તેના ઘર પાસેથી ઝડપી લઈ તેના વિરૂદ્ધ સબ ડિવિ.મેજિસ્ટ્રેટ જૂનાગઢના હુકમનો ભંગ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક બનાવમાં એસઓજી શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી. કુવાડિયાએ આ કામના આરોપી સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ સોલંકીને બસ-ડિવિઝન મેજિસ્ટ્રેટ જૂનાગઢની કોર્ટમાં હદપારીના હુકમ અન્વયે તા. ર૩/૧૧/૧૭ના રોજ ચાર જિલ્લામાંથી બે વર્ષ માટે હદપારનો હુકમ કરેલ હોય જે હદપારી હુકમનો ભંગ કરી કોઈપણ પરવાનગી વગર જૂનાગઢમાં પ્રવેશ કરતાં તેને ઝડપી લઈ તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કિશોરભાઈ સોમાભાઈ સોલંકી નામના શખ્સને પણ હદપારી ભંગ બદલ ઝડપી લઈ અને આ ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts