(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢ શહેરના ખાડિયા વિસ્તારમાં અગાઉના મનદુખ સબબ હુમલાનો બનાવ બનવા પામેલ હતો જેમાં છુટ્ટા પથ્થર, કાચની બોટલનો મારો અને એક રાઉન્ડ ફાયરિંગ પણ થયાનું બહાર આવેલ છે. આ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી ૧૬ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં પંચેશ્વર રોડ સદગુરૂ મારબલ સામે રહેતા શારદાબેન ચનાભાઈ સોલંકી (ઉ.વ.પ૦)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામનો આરોપી જવો બાવજી, મનોજ બાવજી, રાજુ બાવજી, રાજુ બાવજીનો છોકરો ચંદુ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદી તથા આરોપીઓને અગાઉ માથાકૂટ અને ઝઘડાઓ થયેલા હોય જેની પોલીસ ફરિયાદો પણ થઈ હતી. આ અંગે મનદુખ ચાલતું હોય દરમ્યાન ફરિયાદીને ભાણેજ રોહિત આરોપીના ઘર પાસેથી નીકળતા જવો બાવજી તથા મનોજ બાવજીએ તેને રોકી બિભત્સ શબ્દો કહી તેમજ જવો બાવજીએ ફરિયાદી તથા સાહેદને તમંચો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ આરોપી રાજુ બાવજી અને રાજુ બાવજીનો છોકરો ચંદુએ અગાશી ઉપરથી છુટ્ટા પથ્થર તથા કાચની ખાલી સોડા બોટલાનાં ઘા કરી ફરિયાદી તથા સાહેદને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ-પ૦૬(ર), પ૦૪, ૩૩૭, ૧૧૪, જીપીએકટ-૧૩પ, આર્મ્સ એકટ રપ (૧) બીએ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જ્યારે આ જ બનાવના અનુસંધાને સામાપક્ષે પણ મનોજભાઈ બાવજીભાઈ સોલંકી (ઉ.વ.ર૮)એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનો આરોપી સંજય ઉર્ફે બાડિયો, વિકી સોલંકી, મચ્છર ઉર્ફે કમલેશ, નરેશ ઉર્ફે ટીડો, જીતેન્દ્ર ઉર્ફે જીતો, મહેન્દ્ર ઉર્ફે ટકો, નીરજ ઉર્ફે ટારઝન, રોહિત ઉર્ફે કાલો, સાહિલ મોહનભાઈ, વિજય લંગડો, ગીલી ઉર્ફે રોહિત, સંદીપ ઉર્ફે કાલિયો ચનાભાઈ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદી તથા આરોપીઓને અગાઉ જૂના ઝઘડાનું મનદુખ ચાલતું હોય જેના કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, હથિયારો ધારણ કરી તેમજ સંજય ઉર્ફે બાડિયાએ તેની પાસેના હથિયારમાંથી ફાયરિંગ કરેલ તેમજ ગીલી ઉર્ફે રોહિતે લોખંડની પટ્ટીનો છુટ્ટો ઘા કરી ફરિયાદી તથા સાહેદને ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. પરમાર ચલાવી રહ્યા છે.