જૂનાગઢ, તા.ર
જૂનાગઢ ભવનાથ તળેટીમાં ભારતીબાપુનાં આશ્રમ પાસે આવેલી હોટલના ઘણા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેથી આ કામને લઈને પરપ્રાંતીય મજૂરો કામ પતાવીને હોટલના બીજા માળે સૂઈ ગયા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના જામવા ગામનો યુવાન કાળુ વરમાભાઈ ભાભોર (ઉ.વ.ર૧) કોઈ કારણોસર રાત્રિ દરમિયાન ઉઠ્યો હતો. કાળુ ભાભોરનો પગ લપસતા તે બીજા માળેથી સીધો નીચે પડ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હોટલના સ્ટાફને જાણ થતા ભવનાથ પોલીસને તપાસ માટે બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કરી મજૂર યુવાનનું અકસ્માતે મોત થયું છે કે તેની કોઈ કારણોસર હત્યા નિપજાવી દેવામાં આવી છે તે મામલે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Facebook
0
Twitter
0