(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૭
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧પની આવતીકાલે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જીત માટે ડોર-ટુ-ડોર સંપર્કને વેગવાન બનાવેલ છે. આવતીકાલ તા. ૮ જુલાઈના સવારથી સાંજ સુધી મતદાન થશે. વોર્ડ ૧પમાં પર૪ર પુરૂષ મતદાર અને પ૦ર૮ મહિલા મતદાર મળી કુલ ૧૦ર૭૦ મતદાન કરશે. પેટા ચૂંટણીને લઈ તંત્રએ કામગીરી પૂર્ણ કરી દીધી છે. વોર્ડ નં. ૧પમાં ૧ર મતદાન મથક ઉપર કુલ ૭પ કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે.
જૂનાગઢ વોર્ડ નંબર ૧પનાં કોર્પોરેટર અને પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું, જેના પગલે જાહેર થયેલ આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લેઉઆ પટેલ જ્ઞાતિના ગીરધરભાઈ સોજીત્રાને ચૂંટણી મેદાનમાં ઉતારેલા છે. જ્યારે ભાજપે લેઉઆ પટેલ જ્ઞાતિના સુરેશભાઈ પાનસુરિયાને ચૂંટણીમાં ઉતારેલા છે. આ બેઠક ઉપર બંને પક્ષે ભારે રસા કસી સર્જાઈ છે.
જેની તા. ૧૦ જુલાઈના મતગણતરી થશે. વોર્ડ નંબર ૧પની ખાલી પડેલી બેઠક ભાજપની હતી. આ બેઠક કબજે કરવા ભાજપ જોર લગાડી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ બેઠક કબજે કરવા જહેમત ઉઠાવી રહેલ છે.