જો વકફ વ્યવસ્થિત હશે તો દેશના મુસ્લિમો સમૃદ્ધ થશે :રહમાન ખાન

(એજન્સી) નવીદિલ્હી, તા. ૨
દેશ અને મુસ્લિમોની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરતા ભૂતપૂર્વ લઘુમતી કલ્યાણ પ્રધાન રહમાનખાને જણાવ્યું કે જો અવકાફ (વકફ બોડ્‌ર્સ)ને વ્યવસ્થિત કરવામાં આવશે તો દેશ અને મુસ્લિમોની સ્થિતિ સુધરશે અને મુસ્લિમો સુખી જીવન ગુજારશે. રાજ્યસભામાં ૨૪ વર્ષ સુધી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરનાર રહમાનખાને પત્રકારો સમક્ષ પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે તેમણે વકફ બોડ્‌ર્સ કાયદા સુધારવાના ઘણા પ્રયાસો કર્યા હતા અને ૨૦૧૩નો વકફ સુધારા કાયદો પાસ કરાવ્યો હતો. આ કાયદાના ઘણા લાભો છે અને આપણો સમુદાય તેનાથી વાકેફ નથી. તેમણે એવું પણ કહ્યું કે અગાઉ, વકફ લીઝ સિસ્ટમ ન હતી. લોકો ઇચ્છે તેમ કરતા હતા પરંતુ હવે લીઝ બજાર મૂલ્ય મુજબ થશે. જો લીઝ કોન્ટ્રાક્ટ પુરો થશે તો, ભાડુતે મિલકત ખાલી કરવી પડશે અને જો ભાડૂુત મિલકત ખાલી નહીં કરે તો તેની સામે ફોજદારીકાયદા મુજબ કાનૂની પગલા ભરી શકાય છે. જો કોઇ વકફની જમીન પચાવી પાડે કે તેના પર કબજો જમાવે તો તેની સામે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી થઇ શકે છે. તેમણે કહ્યું કે જો આપણી પાસે વકફ વ્યવસ્થિત હશે તો સમુદાયની બધી સમસ્યાઓ ઉકેલાઇ જશે. તેમણે સમુદાયની નિષ્કાળજીની પણ આકરી ટીકા કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts