અમરેલી, તા.૧૪
ખાંભામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બનતી બબલીએ જ્વેલર્સની દુકાને આવી ચાંદીના છત્તર બતાવોનું કહી વેપારીની નજર ચૂકવી સોનાના પેડલ નંગ-૨૪ કિંમત રૂપિયા ૧.૫૦ લાખના ચોરી કરી વેપારીને ચૂનો ચોપડી નાસી જતા ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ખાંભામાં ધકાણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અમૃતલાલ કાનજીભાઈ ધકાણ (ઉ.વ.૬૪)ની દુકાને એક સ્ત્રી અને એક પુરૂષ (બંટી,બબલી) ગ્રાહકના સ્વાંગમાં આવેલ હતા અને દુકાન માલિક અમૃતલાલને કહેલ કે, ચાંદીના છત્તર બતાવો જેથી દુકાન માલિકે નાના-મોટા છત્તર બતાવેલ જેથી ગ્રાહક બનીને આવેલ (બંટી-બબલી)એ કહેલ કે, આ છત્તરમા ઘૂઘરીઓ ટાંકી દો ગ્રાહકના સ્વાંગમાં આવેલ ચીટર સ્ત્રી-પુરૂષે ૫૦૦ રૂપિયા એડવાન્સ આપી કહેલ કે, અમે છત્તર પછી લઇ જશું તેમ કહી જતા રહેલ બાદમાં આ બંને શખ્સો આવેલ નહિ થોડા દિવસ બાદ જ્વેલર્સ અમૃતલાલને માલુમ પડેલ કે, દુકાનમાં રાખેલ તૂટેલ કાંચના કાઉન્ટરમાં રાખેલ સવા બે ગ્રામના પેડલ નંગ ૨૪ કિંમત રૂપિયા ૧.૫૦ લાખની નજર ચૂકવી ચોરી કરી ગયા હોવાનું જણાતા અમૃતલાલ ધકાણે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.