ઝકાત : હદીસની રોશનીમાં

જે કોઈ ઝકાત અદા કરશે નહીં, અલ્લાહતઆલા તે કોમને દુષ્કાળમાં સપડાવી દેશે. (તિબ્હાની)• નમાઝ પઢો અને ઝકાત આપો. જે શખ્સ ઝકાત નથી આપતો તેની નમાઝ કબૂલ થતી નથી. (નિબ્હાની-કબીર)• બે સ્ત્રીઓ હુઝુર (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઈ. જેમના હાથોમાં સોનાની બંગડીઓ હતી. આપે ફરમાવ્યું ‘‘શું આ ઘરેણાની ઝકાત અદા કરો છો ? સ્ત્રીઓએ ના પાડી. તો આપે ફરમાવ્યું. શું તમે ઈચ્છો છો કે અલ્લાહતઆલા તમને આગની બંગડીઓ પહેરાવે ?’’ સ્ત્રીઓએ ફરી ના પાડી, તો આપે ફરમાવ્યું તો પછી તેની (દાગીનાની) ઝકાત અદા કરો. (તિરમીઝી શરીફ)• જે કોઈ માનવીની જરૂરિયાત પૂરી કરશે અલ્લાહ પાક તેની જરૂરિયાત પૂરી ફરમાવશે. (બુખારી શરીફ/મુસ્લિમ શરીફ)• જે કોઈ, કોઈના દુઃખ અથવા કષ્ટને દૂર કરશે, અલ્લાહ પાક તેના કયામતના દિવસના દુઃખ અને કષ્ટને દૂર ફરમાવી દેશે. (મિશ્કત શરીફ)• તમને અલ્લાહની મદદ અને રોજી નબળા (ગરીબ) લોકોના લીધે અને તેમની દુઆઓથી મળે છે. (બુખારી શરીફ/ મુસ્લિમ શરીફ)• જે લોકો નમાઝને ‘‘જાહેર ઈબાદત’’  સમજીને અદા કરે છે અને ઝકાતને ‘‘છૂપી ઈબાદત’’ સમજીને છોડી દે છે એ લોકો ‘મુનાફિક’ છે.• જે નમાઝી છે તેને નમાઝના દરવાજેથી જન્નતમાં બોલાવવામાં આવશે, જેહાદ કરવાવાળાને  જેહાદના દરવાજેથી બોલાવવામાં આવશે.  સદકો આપનારને સદકાના દરવાજેથી  અને રોઝો રાખનારને ‘‘રૈયાન’’ નામના દરવાજેથી જન્નતમાં બોલાવવામાં આવશે. પરંતુ અલ્લાહના નામે જે એક જોડી કપડા આપશે તે શખ્સનેજન્નતના દરેક દરવાજેથી બોલાવવામાં આવશે. (બુખારી શરીફ/ મુસ્લિમ શરીફ)નુકતો :- ઝકાત એ એક એવી આર્થિક નિયંત્રણ યોજના છે જેને મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ દાદ આપે છે. ઝકાતનો મૂળભૂત હેતુ  એક જ છે કે સમાજમાં રહેતા ગરીબ મુસલમાનોને આર્થિક સહાય મળવાથી તેઓ સમાજમાં વ્યવસ્થિત રીતે ટકી શકે છે અને લૂંટ, ચોરી, જુગાર, સટ્ટા વગેરે અનિષ્ઠોથી બચતા રહે છે. 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Categories

[category_swiper_post]

Related Posts