ઝઘડિયા પીએચસી ખાતે કોરોના વેક્સિનનું ડ્રાયરન યોજવામાં આવી

 

રાજપારડી, તા.૬
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં કોરોના વેક્સિન મૂકવામાં આવનાર છે. ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવનાર છે. કોરોના વેક્સિન મૂકવા દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના પ્રથમ રૂરલ તાલુકામાં ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાયરન યોજવામાં આવી હતી. ડ્રાયરનમાં ૨૫ જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સીન મૂકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી. ડ્રાયરન સમયે નોડલ ઓફિસર ડોક્ટર હીનાબેન ધ્રુવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી જે મહેતા, મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પરમાર, આયુષ મેડિકલ ઓફિસર ડો. તેહસીન શેખ તથા પીએસઆઇના સુપરવાઇઝર જીતેન્દ્રભાઈ બોડાણા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી ફીડબેક પૂરા પાડ્યા હતા. (તસવીર : ઈરફાન ખત્રી, રાજપારડી)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks