(એજન્સી) રાંચી, તા.૧૧
લોકડાઉન વચ્ચે ઝારખંડમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહિંયા અલગ-અલગ જગ્યાઓ પર બહાર નીકળેલી યુવતિઓ પર સામૂહિક બળત્કારની ઘટના સામે આવી છે. પહેલી ઘટના ખૂંટી જિલ્લામાં બની જ્યારે બીજી ઘટના ગુમલા ટાઉન પાસે બની. બંને જગ્યા બે બે યુવતિઓને હવસનો શિકાર બનાવવામાં આવી, તો બીજી તરફ ઠઢિયારામાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળેલી એક વિદ્યાર્થિની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી. ગુમલાની ઘટનામાં ૧૨ લોકો સામે કેસ દાખલ કરવમાં આવ્યો છે, તો કર્રાની ઘટનામાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કર્રાની ઘટના ત્યારે બની જ્યારે બંને યુવતિઓ તેની સહેલીઓ સાથે બહાર બેઠી હતી ત્યારે ગામના ૯ યુવકો ત્યા પહોંચ્યા અને તેમની સાથે જબરજસ્તી કરવા લાગ્યા આ દરમિયાન ત્રણ નાબાલિક ભાગવામાં સફળ રહી, જ્યારે અન્ય બે નાબાલિક સાથે હેવાનોએ દુષ્કર્મ આચર્યું.
દેવધરમાં બહાર નીકળેલી વિદ્યાર્થિની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. મૃતકના પિતાના કહેવા અનુસાર વિદ્યાર્થિની આઠ એપ્રીલે બપોરે ત્રણ વાગ્યે પાસેના ગામમાં સાઈકલ લઈને કપડા સિવડાવવા ગઈ હતી. ત્યાર બાદ ઘરે પરત ફરી નહીં. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી ન લીધો. ત્યાર બાદ શોધખોળ કરતા જંગલમાથી ક્ષતિગ્રસ્ત હાલતમાં બાળકીની લાશ મળી.
મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે હું અને મારી પત્ની ઘરે નથી હોતા ત્યારે શિવનગરનો રહેવાશી વિષ્ણુ યાદવ ઘરે આવતો હતો. તેને ગામના બે યુવકો બોલાવતા હતા. બાળકીના પિતાએ આ ત્રણ યુવકો પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ત્રણેય સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.