ટી-ર૦ વર્લ્ડકપમાં મોટો અપસેટ અફઘાનિસ્તાનેચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી

T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો છે. તેણે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી છે. સુપર ૮ના મેચમાં અફઘાનિસ્તાનનો ૨૧ રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૧૪૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૨૭ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નઈબે ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે નવીન-ઉલ-હકે ૩ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે ૬ વખતર્ ODI વર્લ્ડ કપ અને એક વખત T૨૦ વર્લ્ડ કપ જીત્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૪૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ગુરબાઝે ૪૯ બોલનો સામનો કરીને ૬૦ રન બનાવ્યા હતા. તેણે ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને ૫૧ રનની ઈનિંગ રમી હતી. તેણે ૪૮ બોલનો સામનો કર્યો અને ૬ ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે ૩ વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પાએ ૨ વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરેલી દિગ્ગજોથી ભરેલી કાંગારૂ ટીમે આત્મસમર્પણ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી ૨૦ ઓવર પણ રમી શકી નહોતી. તે ૧૯.૨ ઓવરમાં ૧૨૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે ૪૧ બોલનો સામનો કરીને ૫૯ રન બનાવ્યા હતા. તેણે ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મિચેલ માર્શ ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઇનિસ ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સ્ટોઈનિસ ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેથ્યુ વેડ ૫ રન બનાવીને આઉટ થયો હતો.
અફઘાનિસ્તાનના બોલરોએ ઓસ્ટ્રેલિયાન ટીમને પરેશાન કરી હતી. ગુલાબદિન નાયબે ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હકે ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. મોહમ્મદ નબીએ ૧ ઓવરમાં માત્ર ૧ રન આપ્યો અને ૧ વિકેટ લીધી. કેપ્ટન રાશિદ ખાનને પણ સફળતા મળી. ઓમરઝાઈએ પણ એક વિકેટ લીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts