ટી-૨૦ વિશ્વકપમાં મોહસીન ખાન અને મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે

IPLમાં ધૂમ મચાવી રહ્યા છે પાંચ ભારતીય યુવા ઝડપી બોલરો

નવી દિલ્હી, તા.૨૫
આઇપીએલ ૨૦૨૪માં ભારતીય ખેલાડી ધૂમ મચાવી રહ્યા છે. ખાસ કરીને અમુક એવા અનકેપ્ડ ખેલાડી જેમણે આશા કરતા ઘણું વધારે દમદાર પ્રદર્શન કર્યું છે. આવામાં હવે જ્યારે બીસીસીઆઈના પસંદગીકાર જૂનમાં રમાનાર ટી-૨૦ વિશ્વકપ માટે ટીમ પસંદગીની તૈયારી કરી રહ્યા છે. આવામાં તે ખેલાડીઓના નામ પર ખૂબ ચર્ચા થવા લાગી. જેમને ટીમ ઇન્ડિયામાં સરપ્રાઇઝ એન્ટ્રી મળી શકે છે. ખાસ કરીને આ પાંચ યુવા ખેલાડી બોલર પર તો બધાની નજર છે.

  • મોહસીન ખાનને મળી શકે છે ટીમ ઇન્ડિયામાં તક :- આગામી ટી-૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમમાં મોહસીન ખાનને સ્થાન મળી શકે છે. લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે રમનાર આ ઝડપી બોલરે આ સિઝનમાં પાંચ મેચમાં ૭ વિકેટ પોતાના નામે કરી છે. તેના ઇકોનોમી રેટની વાત કરીએ તો તે ૧૦થી નીચે છે. સાથે જ તે બોલિંગમાં મિશ્રણથી વધારે ખતરનાક સાબિત થાય છે. આ જ કારણે તેને ટી-૨૦ વિશ્વકપમાં તક મળી શકે છે.
  • યશ ઠાકુર પણ કરી રહ્યો છે કમાલ :- લખનૌનો યુવા ઝડપી બોલર યશ ઠાકુર પણ આઇપીએલની ૧૭મી સિઝનમાં કમાલ કરી રહ્યો છે. યશ ઠાકુરે આ સિઝનમાં ૭ મેચમાં ૯ વિકેટ ઝડપી છે. એમાં એક મેચમાં ઝડપેલી પાંચ વિકેટ પણ સામેલ છે. તેણે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
  • રાજધાની એક્સપ્રેસ છે મયંક યાદવ :- આઇપીએલ ૨૦૨૪માં પોતાની સ્પીડથી બધાને હેરાન કરનાર મયંક યાદવ પણ સરપ્રાઇઝ એન્ટ્રીની રેસમાં સામેલ છે. જો કે, ઇજાના કારણે તે આ સિઝનમાં ફક્ત ત્રણ જ મેચ રમી શક્યો છે. જેમાં તેણે ૬ વિકેટ પોતાના નામે કરી છે. આવામાં જો ફિટનેસ સાથ આપશે તો મયંકનું નસીબ ચમકી શકે છે.
  • કેકેઆર તરફથી હર્ષિત રાણાની દાવેદારી :- ટી-૨૦ વિશ્વકપમાં સરપ્રાઇઝ એન્ટ્રીની રેસમાં કેકેઆર તરફથી હર્ષિત રાણાની દાવેદારી ઘણી મજબૂત લાગી રહી છે. હર્ષિતે પોતાની ટીમ માટે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે કેકેઆર માટે આઇપીએલ ૨૦૨૪માં ૬ મેચમાં ૯ વિકેટ ઝડપી ચૂક્યો છે, જેમાં તેની ઇકોનોમી ૧૦થી ઓછી છે.
  • તુષાર દેશપાંડે પર પણ બધાની નજર :- ટી-૨૦ વિશ્વકપની ટીમમાં તુષાર દેશપાંડેની દાવેદારી પણ કોઈનાથી ઓછી નથી. તુષાર આ સિઝનમાં સીએસકે માટે વધારે વિકેટ તો ઝડપી શક્યો નથી પણ તે રન આપવામાં કંજૂસ જરૂર સાબિત થયો છે. તુષારે આ સિઝનમાં ૮ મેચ રમી ૬ વિકેટ ઝડપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks