(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
નિષ્ણાંતોએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં દિલ્હીવાસીઓને જીવવા માટે રોજના ૫ ઓક્સિજનના સિલિન્ડરની જરૂર પડશે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઉચ્ચ પ્રદૂષણની માત્રાની સામે લાલધત્તી ધરતાં ઘણા પર્યાવરણીય નિષ્ણાંતોએ કહ્યું કે જો આ તબક્કે પ્રદૂષણની માત્રા ચાલુ રહેશે તો દિલ્હીવાસીઓને જીવવા માટે રોજના ઓક્સિજનના૫ સિલિન્ડરની જરૂર પડશે. તેમણે ચેતવણી ઉચ્ચારી કે આ એક ગંભીર બાબત છે. તેમાં કહેવામાં આવ્યું કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા પ્દેશોમાં ૮૮ ટકા અકાળે મોત થતાં આવા દેશમાં પ્રદૂષણની માત્રા ખૂબ ઊંચી હોય છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠને એવો ખુલાસો કર્યો હતો કે વિશ્વની લગભગ ૯૨ ટકા વસતી એવા વિસ્તારોમાં રહે છે કે જ્યાં હવાની ગુણવત્તા સ્વીકૃત માપદંડો કરતાં ઓછી છે. રાજધાની દિલ્હીમાં કસમયના બાળ જન્મ, ફેફસાની રોગપ્રતિકારશક્તિમાં ઘડાટા તથા બીજી બીમારીઓની ઘટનાઓ બન્યાં બાદ આ ચેતવણી જારી કરવામાં આવી છે. શુક્રવારે પર્યાવરણ મંત્રાલયે એજન્સીઓને એક અઠવાડિયાની અંદર જવાબ વાળવાનું જણાવ્યું કે શું દિલ્હીની હવાની સફાઈ માટેની પ્લાયને પૂરો કરવામાં આવ્યો છે કે નહીં. તે ઉપરાંત પર્યાવરણીય પ્રદૂષણ ઓથોરીટી દ્વારા પણ સર્વાંગી કાર્ય રૂપરેખામાં સંખ્યાબંધ ભલામણો કરવામાં આવી છે જેને ગત મહિને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. વાહનોમાંથી નીકળતા ધૂમાડા, બાંધકામ, રહેણાંક વિસ્તારમાં કચરો બાળવો, ધૂળ અને દરિયાઈ ખારાશ જેવા કારણોને લીધે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાતું હોય છે.