ટેમ્પોમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : અન્ય વોન્ટેડ જાહેર

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
નવસારી રૂરલ પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા ગત તા.૧૬-૨-૨૦૧૮ના રોજ ને.હા.નં.૪૮ મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર હોટલ સાગરની સામે એક ટાટા ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂ વ્હીસ્કીની કુલ ૩૦૦ નંગ બાટલી કિંમત રૂા.૮૪,૦૦૦ તથા ટેમ્પો કિંમત રૂા.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૩,૮૪,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડેલ છે તથા બીજા એક આરોપીને વોન્ટેડ જાહેર કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૬-૨-૨૦૧૮ના રોજ ને.હા.નં.૪૮ મુંબઈથી સુરત જતા ટ્રેક પર હોટલ સાગરની સામેથી પસાર થતાં એક ટાટા ટેમ્પો નં.જીજે-૩-વી-૬૯૦૪માં તપાસ કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂ વ્હીસ્કી બીયરની કુલ ૩૦૦ જેટલી બાટલી કિંમત રૂા.૮૪,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી શ્રવણનાથ શંકરનાથ યોગી હાલ રહે. માયા કોમ્પ્લેક્ષ, માતાવાડી સુરત, મૂળ રહે. ગામનાદવા થાના, દેવગઢ, રાજસ્થાનને ઝડપી પાડેલ છે. જ્યારે બીજા એક આરોપી લાદુ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts