(એજન્સી) ટોરેન્ટો, તા.૧૩
ટોરેન્ટો ખાતેની એક શાળા પરિસરમાં એક મુસ્લિમ વિદ્યાર્થિનીના હિજાબ પર અજાણ્યા શખ્સ દ્વારા કાતર વડે બે વાર હુમલો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિની પર હુમલો કર્યા બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસ દ્વારા તેની ઓળખ કરી લેવામાં આવી છે. અહેવાલ મુજબ ટોરેન્ટોની ર્પોલિન જોન્સન સ્કૂલમાં નવ વાગ્યાની આસપાસ ૧૧ વર્ષીય મુસ્લિમ વિદ્યાર્થિની ખ્યાલા નોમાન તેના ભાઈ સાથે રમી રહી હતી. ત્યારે અચાનક એક અજાણ્યા શખ્સે તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે નોમાનના હિજાબને કાતર વડે બે વાર ચીરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાથી નોમાન ડઘાઈ ગઈ હતી તેને જણાવ્યું કે, મને ખૂબ જ બીક લાગી કે તેણે આ પ્રકારે હુમલો કેમ કર્યો. હું સહજતા અનુભવતી નથી. પોલીસે અજાણ્યા હુમલાખોરની એક એશિયાઈ પુરૂષના રૂપમાં ઓળખ કરી લીધી છે. પોલીસ પ્રવકતા કૈટરીના એરોગન્ટે જણાવ્યું કે, અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. કોન્સ્ટેબલ જેનિફેર્જજીત સિંધુ મુજબ નોમાનના હિજાબ પાછળ ૧ર ઈંચ જેટલો કાતર વડે કાપો જોવા મળ્યો હતો. ઓન્ટોરિયો પ્રિમિયર કૈથલિન વાઈને ટ્વીટ કરી કે, આ ઘટના નફરતપૂર્ણ કાયરતાથી ભરેલ કાર્ય દર્શાવે છે કે તેઓ કોણ છે, તેમણે જણાવ્યું કે, માત્ર હિજાબ પહેરવા માટે જે મુસ્લિમ વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો તેના સમર્થનમાં આપણે દૃઢતાપૂર્વક ઊભા થવું જોઈએ.