ટ્રમ્પે ઈરાન પર હુમલાના પ્લાનને મંજૂરી આપી પણ ફાઈનલ ઓર્ડરનો રાહ જોવા કહ્યું : રિપોર્ટ

(એજન્સી)                                                        તા.૧૯
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમણે અંતિમ આદેશની રાહ જોવાનું કહ્યું છે. ટ્રમ્પે તેમના વરિષ્ઠ સાથીદારો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે હુમલા કરવાની મંજૂરી આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે અંતિમ આદેશ પછી હુમલો કરવામાં આવશે અને આ દરમિયાન તેમણે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે સંમત થાય છે કે નહીં તે જોવાનું કહ્યું હતું.એક જાણીતા અમેરિકન મીડિયાના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેમાં બેઠકમાં હાજર ત્રણ લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને આ જાણકારી અપાઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રમુખ ટ્રમ્પને આશા છે કે ઇઝરાયેલી હુમલાઓમાં અમેરિકાની સંડોવણીના ભયને કારણે તેહરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે."ઉલ્લખેનીય છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈ તેમની ધમકીઓને નકારી કાઢી ચુક્યા હતા અને ટ્રમ્પને ધમકી આપી હતી કે જો અમેરિકા ઈઝરાયેલના હુમલામાં જોડાશે તો તેના "ખરાબ પરિણામો" આવશે. તેમણે કહ્યું કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ અમેરિકન લશ્કરી હસ્તક્ષેપનો સખત જવાબ આપવામાં આવશે, જેનાથી અમેરિકાને "ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન" થશે.બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને "બિનશરતી શરણાગતિ" સ્વીકારી લેવા કહ્યું હતું. જોકે, ખામેનાઇએ કહ્યું કે, "ઈરાન, ઈરાની રાષ્ટ્ર અને તેના ઇતિહાસને જાણતા બુદ્ધિશાળી લોકો ક્યારેય આ રાષ્ટ્ર સાથે ધમકીભરી ભાષામાં વાત ના કરી શકે કારણ કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ નહીં સ્વીકારે." રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાને મંજૂરી આપી છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ બનવામાં મદદ કરનારા જૂથો નથી ઇચ્છતા કે દેશ મધ્ય પૂર્વમાં નવા યુદ્ધમાં ધકેલી દેવામાં આવે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks