ટ્રમ્પે દાવો કર્યો કે, ઈરાને તેમને સુપ્રીમ લીડર બનાવવાનોપ્રસ્તાવ મૂક્યો હતો : મેં કહ્યું, ‘ના, આભાર’

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસાધારણ દાવો કર્યો હતો કે, ઈરાનના નેતૃત્ત્વએ તેમને ઇસ્લામિક રિપબ્લિકના આગામી સુપ્રીમ લીડર બનવાનો વિચાર અનૌપચારિક રીતે રજૂ કર્યો હતો, પરંતુ તેમણે તેમને નકારી કાઢ્યા

(એજન્સી) તા.૨૭
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે તેમના દાવા પર બમણો ભાર મૂક્યો કે, તેઓ લગભગ એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યા છે, જ્યારે તેહરાને કોઈ વાટાઘાટો ચાલી રહી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.
રિપબ્લિકન ભંડોળ ઊભુ કરતી પાર્ટીમાં બોલતા ટ્રમ્પે વધુ આગળ વધીને અસાધારણ દાવો કર્યો કે, ઈરાનના નેતૃત્ત્વએ તેમને ઇસ્લામિક રિપબ્લિકના આગામી સુપ્રીમ લીડર બનવાનો વિચાર અનૌપચારિક રીતે રજૂ કર્યો હતો પરંતુ તેમણે તેમને નકારી કાઢ્યા. ટ્રમ્પે વાર્ષિક NRCC ડિનરમાં કહ્યું, “ક્યારેય કોઈ દેશના વડા એવા નથી થયા જે ઈરાનના વડા બનવા કરતાં તે નોકરી ઓછી ઇચ્છતા હોય.” “અમે તેમને ખૂબ સ્પષ્ટ રીતે સાંભળીએ છીએ. તેઓ કહે છે, હું તે નથી ઇચ્છતો. અમે તમને આગામી સુપ્રીમ લીડર બનાવવા માંગીએ છીએ. ના, આભાર. હું તે નથી ઇચ્છતો.” ઈરાનમાં ઘણા ટોચના નેતાઓના હુમલામાં માર્યા ગયા બાદ સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો છે ત્યારે આ ટિપ્પણીઓ આવી છે. ગયા મહિને આયાતુલ્લાહ અલી ખામેનાઇની હત્યા બાદ તેમના પુત્ર, મુજતબા ખામેનાઇને સર્વોચ્ચ નેતા તરીકે બઢતી આપવામાં આવી હતી. જો કે, યુદ્ધ શરૂ થયા પછી તેઓ જાહેરમાં દેખાયા નથી. અહેવાલો સૂચવે છે કે, તેઓ હુમલામાં ઘાયલ થયા હતા. ટ્રમ્પે ઈરાન સામેના ઓપરેશનને “લશ્કરી વિનાશ” ગણાવ્યું હતું અને ફરી એકવાર આનંદપૂર્વક યુદ્ધમાં યુએસ વિજયની ઘોષણા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેહરાન સાથે બેકચેનલ વાટાઘાટો આગળ વધી રહી છે અને શાસન યુદ્ધવિરામ માટે આતુર હતું પરંતુ ઘરે પરિણામોના ડરને કારણે તે ટાળી રહ્યું હતું. “અને હું તમને કહું છું, આપણે એટલું મોટું જીતી રહ્યા છીએ કે મધ્ય પૂર્વમાં ઈરાન સાથે જે કંઈ કરી રહ્યા છીએ તેવું કોઈએ ક્યારેય જોયું નથી અને તેઓ વાટાઘાટો કરી રહ્યા છે અને તેઓ આટલી ખરાબ રીતે સોદો કરવા માંગે છે. પરંતુ તેઓ તે કહેવાથી ડરે છે કારણ કે, તેઓ માને છે કે તેઓ તેમના પોતાના લોકો દ્વારા માર્યા જશે. તેઓ એ પણ ડરે છે કે તેઓ અમારા દ્વારા માર્યા જશે,” તેમણે કહ્યું.
મધ્ય પૂર્વ યુદ્ધ વૈશ્વિક ઉર્જા બજારો અને પ્રાદેશિક સ્થિરતાને સતત અસર કરી રહ્યું હોવાથી વોશિંગ્ટને પાકિસ્તાન સહિત મધ્યસ્થીઓ દ્વારા તેહરાનને ૧૫-મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલ છે. યુએસ મીડિયા અહેવાલો અનુસાર, આ યોજનામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા લેબેનોનના હિઝબુલ્લાહ જેવા પ્રોક્સી જૂથોને ટેકો આપવાનો અંત લાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો સમાવેશ થાય છે. તેહરાને જાહેરમાં પ્રસ્તાવ અને વાટાઘાટોના દાવા બંનેને નકારી કાઢ્યા છે. “શું તમારા આંતરિક સંઘર્ષનું સ્તર તમે (ટ્રમ્પ) તમારી સાથે વાટાઘાટો કરવાના તબક્કામાં પહોંચી ગયા છો ?” ઈરાનના સંયુક્ત લશ્કરી કમાન્ડના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાકારીએ સરકારી ટેલિવિઝન પર કહ્યું. “જેમ અમે હંમેશા કહ્યું છે… અમારા જેવું કોઈ તમારી સાથે સોદો કરશે નહીં. હમણાં નહીં. ક્યારેય નહીં.” ઈરાનની અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, તેહરાને તેના બદલે પાંચ-મુદ્દાનો પ્રતિ-પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સંઘર્ષનો કોઈપણ અંત તેની પોતાની શરતો પર નક્કી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts