ટ્રમ્પ સમર્થકોએ અમેરિકી સંસદને બાનમાં લીધી, કોંગ્રેસ દ્વારા બાઇડેનની જીત જાહેર

અમેરિકા હિંસા બાદ ઉપરાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું- આ અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ, હિંસાથી લોકતંત્રને દબાવી
કે હરાવી શકાય નહીં, કોંગ્રેસે બાઇડેનને વિજેતા જાહેર કર્યા બાદ ટ્રમ્પે પ્રક્રિયાગત સત્તા સોંપણીનો વાયદો કર્યો

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૭
અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હંગામો કરીને વિશ્વની સૌથી જૂની લોકશાહીની લાજ લૂંટી છે. સંસદ પરિસરમાં કરવામાં આવેલી ભારે હિંસામાંં અત્યારસુધીમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા છે. આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે દુનિયાના સૌથી જુના લોકતંત્ર એટલે કે અમેરિકા સંસદભવનમાં આ પ્રકારનો હોબાળો થયો છે જે હિંસા સુધી પહોંચી ગયો. આ ટ્રમ્પ સમર્થકોના બળવા વચ્ચે અમેરિકન કૉંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કોંગ્રેસે ઈલેક્ટોરલ કોલેજ કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડેન ઉપરાંત કમલા હૈરિસને પણ ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ પહેલા સેનેટ અને કૉંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોનાથી જોડાયેલા રિપબ્લિકન નેતાઓના કાઉન્ટિંગ રોકવા સંબંધિત પ્રસ્તાવોને વારા ફરતી ફગાવી દીધા હતા. આ પહેલા ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલ બિલ્ડિંગમાં ઘૂસીને કાઉન્ટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી જેમાં અત્યાર સુધીમાં ૪ લોકોનાં મોત થયા છે. બાઇડેનને વિજેતા જાહેર કરી ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું કે હવે સૌએ પોતાના કામ પર પરત લાગી જવું જોઈએ.
હિંસાને જોતાં વોશિંગ્ટનના મેયરે ૧૫ દિવસની ઈમર્જન્સીની જાહેરાત કરી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી જે વાતનો ડર હતો એ જ બન્યું. બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડેનની જીત પર મહોર લગાવવા કાર્યરત થયાં. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. થોડા કલાક પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવનાં સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડેનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. ૩ નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડનને ૩૦૬ અને ટ્રમ્પને ૨૩૨ વોટ મળ્યા. બધું સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોટિંગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટે પાયે ગરબડ થઈ છે. અનેક રાજ્યોમાં કેસ નોંધાવ્યા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પના સમર્થકોની અપીલ નકારાઈ છે.
બુધવારે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી અને બાઈડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને એચઓઆરની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાડ્‌ર્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા હતા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી હતી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું. અમેરિકન સંસદમાં જ્યારે ટ્રમ્પના સમર્થકોએ તોફાન મચાવ્યું અને તોડફોડ શરૂ કરી તો પોલીસે મોરચો સંભાળ્યો. હંગામો કરનારાઓને હટાવવા માટે સંસદમાં પોલીસકર્મી રિવોલ્વર તાકતા નજરે પડ્યા. આ દરમિયાન સાંસદ સ્તબ્ધ હતા. તેમને ગેલેરી દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. બંને ગૃહોમાં હંગામો કરનારાઓને કાઢી મુકાયા છે. હંગામા દરમિયાન સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. પ્રેસિડેન્ટ ઈલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે. તેની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ કરે છે. આ વખતે આ ખુરશી પર માઈક પેન્સ હતા. પેન્સ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પ પછી તેમનો જ નંબર આવે છે. તેઓ ટ્રમ્પના સમર્થકોની હરકતથી ગુસ્સામાં દેખાયા. તેમણે કહ્યું- આ અમેરિકન ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના વિશ્વાસનું કેન્દ્ર હતું, છે અને હંમેશાં રહેશે. એક ફોટો દ્વારા જણાવ્યું છે કે જ્યારે ટ્રમ્પના સમર્થક સંસદમાં હિંસા આચરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓએ તોફાનીઓ સામે રિવોલ્વર તાકી હતી. એક મહિલાનું મોત થયું. જોકે એ સ્પષ્ટ નથી કે મહિલાનું મોત પોલીસની ગોળીથી કે કોઇના ફાયરિંગથી થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks