નવી દિલ્હી, તા.૩૦
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઈ)નાં પ્રમુખ આર.એસ. શર્માએ શનિવારનાં ટિ્વટર પર પોતાનો આધાર નંબર સાર્વજનિક કરતા લોકોને ચેલેન્જ આપી કે તેઓ આ જાણકારીનાં આધારે તેમને નુકશાન પહોંચાડીને બતાવે. આના જવાબમાં હેકર્સે દાવો કર્યો છે કે તેમણે શર્મા દ્વારા આપવામાં આવેલી જાણકારીનાં આધાર પર તેમની બેંક ડિટેઇલ્સ નીકાળી દીધી છે. આ હેકર્સે તેને ટિ્વટર પર શેર પણ કરી છે. કેટલાક એથિકલ હેકર્સે તેમનાં ખાતામાં ૧ રૂપિયો જમા પણ કરાવ્યો છે અને સ્ક્રીનશૉટ પણ શેયર કર્યો છે. તેમણે આની ટ્રાન્ઝેક્શન ૈંડ્ઢ પણ શેર કરી છે. કેટલાક હેકર્સે દાવો કર્યો છે કે શર્માએ જે આધાર નંબર સાર્વજનિક કર્યો છે તેના આધાર પર તેમણે તેનાથી જોડાયેલી ૧૪ જાણકારીઓ મેળવી લીધી છે. આમા શર્માનો મોબાઇલ નંબર, રહેઠાણનું સરનામું, જન્મતિથિ, પેન નંબર, વૉટર આઈડી નંબર, ટેલીકૉમ ઑપરેટર, ફૉન મૉડલ જેવી વ્યક્તિગત જાણકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેકર્સે દાવો કર્યો છે કે તેમનાં બેંક એકાઉન્ટનાં નંબર સહિત અન્ય ૫ બેંક એકાઉન્ટ્સનો આઇએફએસસી કૉડ પણ મેળવી લીધો છે. આમાંથી કેટલાક હેકર્સે તેમના એકાઉન્ટમાં એક રૂપિયો જમા કરાવ્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે કહ્યું કે વગર સહમતિએ પણ પૈસા તેમનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે અને પછી બ્લેકમેલ કરી શકાય છે. એથિકલ હેકર્સ સુરક્ષા અથવા કોઇ પડકારનો ટેસ્ટ કરવા માટે કૉમ્પ્યુટર નેટવર્કને હેક કરે છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનો તેમનો ઇરાદો નથી હોતો. જો કે ત્યારબાદ આધાર કાર્ડ જાહેર કરનાર બૉડી ેૈંંડ્ઢછૈં ટ્રાઈ ચેયરમેન શર્માનાં સમર્થનમાં ઉતરી આવી અને કહ્યું કે આધાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ેૈંંડ્ઢછૈંનું કહેવું છે કે ટ્રાઈ પ્રમુખની વ્યક્તિગત જાણકારી આધાર ડેટાબેસ સર્વર પરથી લેવામાં આવી નથી. આ બધી જ જાણકારી ગૂગલ પર ઉપલબ્ધ છે તેના માટે ૧૨ અંકોની વિશિષ્ટ ઓળખ સંખ્યાની જરૂર પણ નથી.