ટ્રેનમાં મારપીટ કરી યુવક પાસે બળજબરીથી ‘જય શ્રી રામ’ બોલાવડાવ્યું, પીડિતની ફરિયાદ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અનુસાર ૧૮ સપ્ટેમ્બરે કલ્યાણ સ્ટેશન પસાર કર્યા બાદ યુવક વોશરૂમમાંથી બહાર આવતા જ પુરૂષોના જૂથે તેને ઘેરી લીધો હતો

 

(એજન્સી) તા.ર૪
મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી ટ્રેનમાં એક મુસ્લિમ યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. પીડિત યુવકે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ તેની સાથે મારપીટ કરી, તેનો શર્ટ ફાડી નાખ્યો અને તેને બળજબરીપૂર્વક “જય શ્રી રામ”ના નારા લગાવવા માટે મજબૂર કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ કથિત ઘટના ૧૮ સપ્ટેમ્બરના રોજ બની હતી. વાયરલ વીડિયોમાં યુવક જણાવી રહ્યો છે કે ટ્રેન જેવી કલ્યાણ સ્ટેશન પસાર કરીને આગળ વધી, કે તરત જ તે વોશરૂમમાંથી બહાર આવ્યો હતો. તે જ સમયે પુરૂષોના એક જૂથે તેને ઘેરી લીધો હતો. યુવકના ગળામાં રહેલી સાંકળી જોઈને હુમલાખોરોએ તેને સોનાની સમજીને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે તે નકલી દાગીનો (ઈમિટેશન જ્વેલરી) હોવાનું જણાવવા છતાં, આ તત્વોએ ગળામાંથી સાંકળી ઝૂંટવી લીધી હતી અને પાછી આપવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારબાદ સ્થિતિ વધુ વણસી હતી. પીડિતનો આરોપ છે કે હુમલાખોરોએ તેની સાથે કડકાઈથી વર્તન કરીને બળજબરીથી “જય શ્રી રામ” બોલાવડાવ્યું હતું. એટલું જ નહીં, હુમલાખોરોએ તેનો શર્ટ ફાડી નાખ્યો હતો અને તે જ કપડાથી તેને બાંધી દીધો હતો. યુવકે એવો પણ દાવો કર્યો છે કે આરોપીઓ પાસે તલવાર જેવા ધારદાર હથિયારો હતા, જોકે વાયરલ વીડિયોમાં આવા કોઈ હથિયારો સ્પષ્ટ દેખાતા નથી. હુમલાખોરો મરાઠી ભાષામાં ગાળો આપી રહ્યા હતા અને ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોને વચ્ચે ન પડવા કે બચાવ ન કરવા માટે ધમકાવી રહ્યા હતા. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં પીડિત યુવકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો આરોપીઓ સામે આવશે તો તે તેમને ઓળખી બતાવશે. આ મામલે વીડિયોના આધારે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks