(એજન્સી) જેરૂસલેમ,તા.ર૧
રવિવારે ડઝનબંધ ઈઝરાયેલી વસાહતીઓએ યહુદી નવા વર્ષની ઉજવણી કરવા માટે અલ-અકસા મસ્જિદ કોમ્પ્લેક્ષમાં ઘૂસણખોરી કરી હતી. જેરૂસલેમ વકફ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ૭૬ વસાહતીઓએ ઈઝરાયેલી પોલીસની મદદ વડે મસ્જિદના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ યહુદીઓના નવા વર્ષે રોશ હશાનાની ઉજવણી માટે વસાહતીઓ મસ્જિદમાં ઘૂસી આવ્યા હતા. આ ઉજવણી રવિવારથી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. કટ્ટરવાદી યહુદીઓ છેલ્લા કેટલાક દિવસથી અલ-અકસા મસ્જિદના કમ્પાઉન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવાની હાકલ કરી રહ્યા હતા. નોંધનીય છે કે અલ-અકસા મસ્જિદ ઈસ્લામનું ત્રીજુ સૌથી પવિત્ર સ્થળ છે ઈઝરાયેલે ૧૯૬૭ યુદ્ધ દરમ્યાન પૂર્વ જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો. જયાં આ પવિત્ર મસ્જિદ આવેલી છે.
Facebook
0
Twitter
0