ડભોઈમાં બજારો ખૂલતાની સાથે લોકોની ભીડ જામી : સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ

ડભોઈ, તા.૧૩
ડભોઇ નગરમાં છેલ્લા બે દિવસથી બજારો બંધ હતા. સોમવારથી જ્યારે બજારો ખુલવાનો સમય થતાં ભીડ ઉમટી પડી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો. એક તરફ કોરોનાને લઈ ડભોઇ પંથકમાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન ન થતાં નગરમાં વધુ કેસો આવવાની શક્યતા સામે તંત્ર કોઈ કાર્યવાહી કરે તો નગરને કોરોના કહેરથી બચાવી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વેપારી મહાજન દ્વારા શનિ અને રવિવાર બજારો બંધ રાખવા આ અંગે નિર્ણય લેવાયો હતો. ડભોઇ નગરના બજારોમાં ઠેર-ઠેર દુકાનોની બહાર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવું વ્યતીત થવા પામ્યું હતું. એક તરફ બજારોમાં જામેલી ભીડને પગલે કોરોના સંક્રમણ વધુ ફેલાવાનો ભય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા નગરજનોમાં કોરોના કહેરનો ભય સેવાઇ રહ્યો છે. તંત્ર વહેલીતકે બજારોમાં દુકાને દુકાને જઇ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન લોકોમાં કરાવે અને જાગૃતિ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks