ડીબીટી યોજનાના પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન

(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા, તા.ર
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખરીદ વેચાણ સંઘ આ ખરીદ વેચાણ સંઘમાંથી તાલુકા ભરના ખેડૂતો મંડળીઓ ખાતર ખરીદતા હોય છે પણ હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફરજીયાત અમલીકરણ કરેલી ડી.બી.ટી.યોજના ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે સરકાર દ્વારા ફાળવાયેલા પી.ઓ.એસ.મશીનમાં ખેડૂતોના અંગુઠા મેચ નથી થતા જો મેચ થઇ જાય તો નેટ કનેકટીવીટી મળતી નથી જેથી સંઘના મેનેજર સહીત ખેડૂતોને છત અગાસી પર નેટ કનેકટીવીટી મેળવવા પચાસ પચાસ સીડીના દાદરા ચડીને તડકે તપવું પડે છે
સવારથી ભેંકરા ગામના રવજીભાઈ ખેડૂત ત્રણ ત્રણ વાર છત પર અંગુઠો મેચ કરવા ચડ્યા છે પણ અંગુઠો પી.ઓ.એસ. મશીનમાં મેચ નથી થતો અને ખાતર માટે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે તો નેસડી ગામેથી આવેલા સેવા સહકારી મંડળીના મંત્રીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નેસડી ગામમાં કાલે આખા દિવસમાં માત્ર એક જ બીલ નીકળ્યું હતું આથી આજે માતૃસંસ્થા સંઘે આવ્યા તો અહિયાં ખેડૂતોની લાઈન લાગી છે શહેરમાં નેટ કનેકટીવીટી મળતી નથી તો ગામડે ગામ નેટ કેમ મળે તે સવાલ ઉભો થયો છે રોજના ૧૦૦ બીલો નીકળતાની જગ્યાએ પી.ઓ.એસ.મશીન એકાદ બીલ જ કાઢતું હોવાથી ખેડૂતો ગામડામાં પરેશાની ભોગવી રહ્યા છે.
ખેડૂતોના આધારકાર્ડ સાથે અંગુઠો પી.ઓ.એસ.મશીનમાં મેચ નથી થતો અને ખેડૂતોને સબસીડાઇઝ રાસાયણિક ખાતર મળતું નથી અને સ્ટોકમાં ખાતર પડ્યું છે પણ અંગુઠો ન મળતા ખેડૂતો ખાતરથી વંચીત રહે છે જેનો રોષ મંડળીના મંત્રીઓ ભોગવવાનો વારો આવે છે ત્યારે ખરીદ વેચાણ સંઘના મેનેજર છત અગાસી પર ધક્કા ખાઈને જણાવે છે કે સરકાર દ્વારા ફાળવાયેલા પી.ઓ.એસ.મશીન હલકી ગુણવતાના છે ડીવાઇસમાં અવારનવાર એરર આવે છે અંગુઠા મેચ કરવવા માટે મેનેજરને અગાસી છત પર ચડવું પડતું હોય છે તાલુકા કક્ષાએ રોજના ૫૦૦ ખેડૂતો આવતા હોય ત્યારે સરકારના આવા પી.ઓ.એસ.મશીન શોભાના ગાઠીયા સમાનના સાબિત થઇ રહ્યા છે અને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks