તબ્લીગી જમાતના કાર્યક્રમના કારણે ‘ઘણી વ્યક્તિઓને’ ચેપ લાગ્યો : રાજ્યસભામાં સરકારની રજૂઆત

 

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કેન્દ્ર સરકારે કોરોના ચેપ અને તબીલીગી જમાત વચ્ચેના સંબંધ અંગે આજે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલીગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી હતી એટલે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. આ સંદર્ભમાં પોલીસે તબલીગી જમાતના ૨૨૩ જણની ધરપકડ કરી હતી,. જમાતના વડા મનાતા મૌલાના સાદની તપાસ હજુ ચાલુ હતી. સરકાર મુજબ આ વર્ષના માર્ચની આખરે નિઝામુદ્દીન મરકજમાં હજારો દેશી વિદેશી તબલીગીઓ એકઠા થયા હતા. આ લોકોએ માસ્ક કે સેનીટાઇઝર યા અન્ય કોઇ અગમચેતીનું પાલન કર્યું નહોતુંય અહીંથી નીકળીને ઘણા તબલીગીઓ દેશના વિવિધ સ્થળે પ્રસરી ગયા હતા અને તેમને કારણે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. મુસ્લિમ વિદ્વાન અને સંશોધક અતીક ઉર રહેમાનના કહેવા મુજબ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તબલીગ સમાજની સ્થાપના થઇ હતી. આ લોકો સુન્ની મુસ્લિમ હોય છે અને ઇસ્લામનો પ્રચાર કરે છે. દુનિયાભરમાં આ સમાજના ૧૫૦ મિલિયન સભ્યો હોવાનો જમાતનો દાવો છે. આ લોકો જુદા જુદા શહેરોમાં જઇને મરકજ મસ્જિદમાં સ્થાનિક લોકોને એકઠા કરીને ઇસ્લામના પ્રચારની વાતો કરતા હોય છે. અગ્નિ (સાઉથ ઇસ્ટ ) એશિયામાં આ જમાતના સૌથી વધુ કેન્દ્રો અને અનુયાયીઓ છે. મૌલાના સાદ તબલીગી જમાત સાથે બહુ ઊંડે સુધી સંકળાયેલા છે. એમના પરદાદા મૌલાના ઇલિયાસ કાંધલવીએ આ જમાતની સ્થાપના ૧૯૨૭માં કરી હોવાનું કહેવાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks