
આ જાતિ આધારિત ભેદભાવની એક ઘટના તમિલનાડુના તિરૂપુરની એક સરકારી શાળામાં બની હતી જ્યાં ૧૧ અને ૧૨ વર્ષની બે છોકરીઓને મહિનાઓ સુધી શૌચાલય સાફ કરવાની ફરજ પાડવામાં આવી હતી, જિલ્લા શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા અને ગુરૂવારે, ૨૫ એપ્રિલના રોજ શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકે અહેવાલ આપ્યો હતો
(એજન્સી) તા. ૨૭
આ ઘટના મંગળવાર, ૨૩ એપ્રિલના રોજ ધારાપુરમના કોલાથુપલયમમાં કરૂંગાલીવલસુ ખાતેની સરકારી શાળામાં બની હતી, જેમાં અનુસૂચિત જાતિ (જીઝ્ર) સમુદાયની ૧૧ અને ૧૨ વર્ષની બે છોકરીઓને શાળાના આચાર્ય દ્વારા શૌચાલય સાફ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવતા હતા ધોરણ ૬ના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા મહિનાઓથી આ કાર્યમાં રોકાયેલા હતા. આ ઘટના ધ્યાન પર આવી હતી જ્યારે એક નિવાસીએ ૨૩ એપ્રિલ, મંગળવારે સવારે ધારાપુરમમાં છોકરીઓના નિવેદનો સાંભળ્યા હતા અને તેમને સોશિયલ મીડિયા પર પ્રસારિત કર્યા હતા. તિરૂપુર જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સગીરોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આચાર્ય અને શિક્ષકે અજ્ઞાનતાનો દાવો કર્યો હતો
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેઓ શાળામાં તેમના શૌચાલયને પોતાની મરજી સાફ કરતા હતા. પ્રસારિત વીડિયોમાં તેમણે કરેલા દાવાથી વિપરીત હતું. આચાર્ય અને શિક્ષકે દાવો કર્યો હતો કે તેઓએ છોકરીઓને શૌચાલય સાફ કરવા દબાણ કર્યું ન હતું અને એવો પણ દાવો કર્યો હતો કે તેઓ આ પરિસ્થિતિથી અજાણ હતા. અહેવાલ અનુસાર, ટોચના અધિકારીઓએ તેમના દાવાને સ્વીકાર્યો ન હતો. તેઓ દેખરેખ રાખવામાં તેમની બેદરકારી દર્શાવી હોવાથી, તેમને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હજુ પણ તપાસની પ્રક્રિયા ચાલુ છે.