તમિલનાડુ : મેલપાથીના દલિત રહેવાસીઓ દ્વારા લોકસભાની ચૂંટણી માટે અલગ બૂથની માંગ

એપ્રિલ ૨૦૨૩માં કેટલાક દલિત રહેવાસીઓએ જ્યારે ગામના દ્રૌપદી અમ્માન મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓને શારીરિક હુમલો અને મૌખિક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો, સુરક્ષાની ચિંતાઓને કારણે દલિતો સવર્ણ-હિંદુ
વિસ્તારમાં સ્થિત મતદાન મથક સુધી પહોંચવા અંગે ભયભીત છે

(એજન્સી) વિલ્લુપુરમ, તા.૪
મેલપાથી ગામના દલિત રહેણાંક વિસ્તારમાં રહેતા ૪૫૦થી વધુ મતદારોએ હાલના બૂથ સુધી પહોંચવા માટે સવર્ણ હિન્દુ વિસ્તારમાં પ્રવેશવાના ડરથી અલગ મતદાન કેન્દ્રની માંગ કરી છે. એપ્રિલ ૨૦૨૩માં, ગામના દ્રૌપદી અમ્માન મંદિરમાં પ્રવેશવા બદલ સંખ્યાબંધ દલિત રહેવાસીઓ પર શારીરિક હુમલો કરવામાં આવ્યો અને મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
શુક્રવારે કલેક્ટરને આપેલી અરજીમાં દલિતોએ કહ્યું હતું કે, “અમને સવર્ણ હિંદુઓ અને દરેક તક મળે ત્યારે અમને સંઘર્ષમાં ખેંચવાની તેમની યુક્તિઓ થી ડર લાગે છે. મેલપાથી માટેનું મતદાન મથક સવર્ણ હિન્દુ વિસ્તારમાં આવેલું છે અને અમે મતદાનના દિવસે ત્યાં જવાનું સલામત નથી અનુભવતા. આથી અમે મતદાન કરવા માટે અલગ બૂથની માંગ કરીએ છીએ.”
મીડિયા સાથે વાત કરતા, ૩૪ વર્ષીય કાર્તિક (નામ બદલ્યું છે) નામના એક દલિત નિવાસી, જણાવ્યું હતું કે, “અમે ડરથી નહીં , પરંતુ અમારા સ્વાભિમાન અને ગૌરવની સુરક્ષા માટે એક અલગ બૂથ માંગીએ છીએ. એક વર્ષ પહેલા, અમારા સંબંધીઓનો પીછો કરવામાં આવ્યો હતો અને મંદિરમાં પ્રવેશવા બદલ સવર્ણ જ્ઞાતિના હિંદુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અમારે તેમની સાથે સંબંધો તોડવા પડ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ અમને કૃષિ કામદારો તરીકે નોકરી આપવાનું પણ બંધ કરી દીધું છે. તેમાંથી કોઈની પણ આજદિન સુધી તેમની હિંસા અને સ્પષ્ટ રીતે જાતિ ભેદભાવ કરવા બદલ ધરપકડ કરવામાં આવી નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઘટનાને સંભાળવામાં સરકારની નિષ્ક્રિયતા અને પોલીસની ઉદાસીનતાએ મેલપાઠીના દલિતોને મતદાનના દિવસે ગવર્નિંગ બોડી દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા પર અવિશ્વાસ પેદા કર્યો છે. ‘ચૂંટણીઓ એ જ પીડામાંથી ફરીથી પસાર થવાનું વધુ એક કારણ બની શકે નહીં.’ અરજદારોમાંના એક એવા ૬૦ વર્ષીય દલિત નિવાસીએ મીડિયાને કહ્યું કે , ‘જો સંપૂર્ણ નવું બૂથ સ્થાપિત કરવું શક્ય ન હોય, કમસે કંમ કલેક્ટર કચેરીમાં અમારો મત આપવા દેવો જોઈએ. અમે બધા મતદાનના દિવસે ત્યાં જવા માટે અમારા પોતાના પૈસા ખર્ચીશું. અમે ઉર (સવર્ણ હિંદુ વિસ્તાર)માં તો નહીં જ જઈએ કે જ્યાં માત્ર મંદિરમાં પ્રવેશવા બદલ અમને અપમાનિત કરવામાં આવ્યા હતાં. તેમણે ઉમેર્યું હતું કે તેમની દરખાસ્ત ડ્ઢર્ઇંને પણ જણાવવામાં આવી છે જે શુક્રવારે તેમને મળ્યા હતા.
મેલપાથી દલિતોએ મેલપાથીની તેમની બાજુમાં ખાલી પડી રહેલ ગ્રામ સેવા કેન્દ્રની બિલ્ડીંગમાં અલગ બૂથ માટે પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જો મતદારોની સંખ્યા ૧,૫૦૦થી વધુ હોય તો જ બૂથની ફાળવણી કરી શકાય છે.
આ મુદ્દાના જવાબમાં, કલેક્ટર પલાનીએ મીડિયાને કહ્યું કે , “અમે મેલપાથી બૂથને જટિલ/સંવેદનશીલ બૂથ તરીકે અંકિત કર્યો છે. દલિતો શાંતિથી મતદાન કરી શકે અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે ઝ્રઇઁહ્લના જવાનો દ્વારા વિશેષ સુરક્ષા, લાઈવ વેબકેમ કાસ્ટિંગ, રાજ્ય પોલીસ દળ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવશે. તદુપરાંત, અમે સવર્ણ હિંદુ રહેવાસીઓને પણ ચેતવણી આપી છે કે જો તેઓ ચૂંટણીના દિવસે દલિતો સાથે ઝઘડો કરશે તો તેઓ સખત પોલીસ કાર્યવાહી કરશે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks