(એજન્સી)
ઓરંગાબાદ, તા.રર
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટમાંથી છૂટ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે અત્રે એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે હિન્દુઓ વધુ બાળકો પેદા કરે તેની પરવરિશ તે કરશે. મુંબઈ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓને તેમણે શહીદ માનવાનો ઈન્કાર કર્યો હતો અને તેમને ત્રાસવાદી ગણાવ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞાસિંગે કહ્યું કે અમે મદ્રેસા કે મીશનરી શાળાઓ ઈચ્છતા નથી. હિન્દુઓ વધુ બાળકો દેશની રક્ષા માટે પેદા કરે. ઘણા આવા બાળકોને માર્ગદર્શન હેઠળ તાલીમ અપાય છે. તેમણે ફિલ્મ પદ્માવતીનો વિરોધ કર્યો હતો. મોગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા રખાયેલ શહેરના નામ ઔરંગાબાદનો પણ તેમણે વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ર૮ સપ્ટેમ્બર ર૦૦૮ના રોજ માલેગાંવમાં એક બાઈકમાં બોમ્બ વિસ્ફોટ કરાયો હતો. જેમાં ૮નાં મોત થયા હતા. જ્યારે ૮૦ ઘાયલ થયા હતા. સાધ્વી પ્રજ્ઞાની આ કેસમાં ધરપકડ કરાઈ હતી. ૯ વર્ષ જેલમાં રહ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. સાધ્વીએ આરોપ મૂક્યો હતો કે તેમને યુપીએ સરકારના પૂર્વ ગૃહમંત્રીએ ષડયંત્ર રચી જેલમાં મોકલ્યા હતા. સાધ્વીએ તેમની ખરાબ તબિયત માટે મુંબઈ એટીએસ પર પજવણીનો આરોપ મૂક્યો હતો.