તલાટીઓને સોગંદનામાની સત્તા આપતો પરિપત્ર સરકાર પાછો ખેંચ

 

ભરૂચ, તા.૮
ભરૂચ ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તલાટીઓને સોગંદનામાની સત્તા આપવા માટેનું નોટીફીકેશન જાહેર કરાયું છે. જેનો ભરૂચ વકીલ અને નોટરી એસોસિયેશને વિરોધ કર્યો છે.
નોટીફીકેશનને સખત શબ્દોમાં વખોડી કાઢી આ નોટીફીકેશનથી ગુજરાતના તમામ વકીલોના હક્ક પર તડાપ મારવામાં આવેલ છે તેવો સુર વ્યક્ત કરાયો છે. ભરૂચ ન્યાયાલય સંકુલ બહાર ૨૨ પ્રકારની એફિડેવિટમાં તલાટીઓને સત્તાનો વિરોધ કરતા વકીલો અને નોટરી એસો.ના સભ્યોએ જણાવ્યું હતું કે, વકીલોને ૭ તથા ૧૦ વર્ષના અનુભવ બાદ નોટરી ની સત્તા મળે છે. વર્ષો બાદ નોટરી વકીલોને સોગંદનામું કરવાનો હક્ક મળતો હોય છે.
સદર પરીપત્રથી તેમની સત્તામાં ઘટાડો કરી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જેથી રાજ્ય સરકાર સેન્ટ્રલ ગર્વમેન્ટના કાયદા ઉપરવટ જઇ બહાર પાડેલો પરીપત્ર પરત ખેંચે. સેન્ટ્રલ ગર્વમેન્ટ એકટનો કાયદો હોય જેથી રાજ્ય સરકાર પરીપત્ર બહાર પાડી શકે નહીં અને કાયદા મુજબ ગેઝેટેડ અધીકારી જ સોગંધ લેવડાવી શકે. તલાટીને સત્તા આપતો જે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે ગેર બંધારણીય છે. જેથી રાજ્ય સરકાર તે પરીપત્ર પરત ખેંચે અને રદ કરે તે બાબતે વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અમદાવાદને યોગ્ય તે ઘટતુ કરવા ઠરાવ મોકલાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks