ભાવનગર, તા.પ
તળાજા તાલુકાના ઈસોરા ગામમાં રહેતા કોળી યુવાનની હત્યા કરી અજાણ્યા શખ્સ ફરાર થઈ જતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.તળાજા તાલુકાના ઈસોરા ગામમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ પોતાનું મોટર સાયકલ લઈને ઈસોરા રોડ જઈ રહ્યા હતા ત્યારે અજાણા શખ્સોએ તેમને અટકાવી પાઈપ વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત જયેશભાઈને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ગોવિંદભાઈએ માહિતી આપી હતી.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0